AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ભીંડામાં ફળ કોરી ખાનાર ઈયળ સચોટ નિયંત્રણ!
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ભીંડામાં ફળ કોરી ખાનાર ઈયળ સચોટ નિયંત્રણ!
👉 ભીંડાના પાકમાં ઈયળ (લીવા) અવસ્થામાં ઘણું નુકસાન થાય છે. પાકની શરૂઆતમાં ઈયળ ડુંખો અને કડીઓ ખાય છે, જેની કારણે છોડનો વિકાસ અટકી જાય છે. જયારે શીંગો બેસે છે, ત્યારે ઈયળ શીંગમાં કાણું પાડી અંદર પ્રવેશ કરે છે અને ગર્ભ ખાય છે. આ કારણે શીંગો વાંકી અને વિકારગ્રસ્ત થઈ જાય છે, જે પાકની ગુણવત્તા અને ઉત્પાદનને અસર કરે છે. 👉 નુકસાન નિયંત્રણ માટે પગલાં: 1.શીંગો વીણતી વખતે ઉપદ્રવિત શીંગોને અલગ કરી નાશ કરવો જરૂરી છે. 2.ઉપદ્રવને કાબૂમાં લેવા માટે રૈપીજેન (ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ 18.5% SC) 5 મિલી પ્રતિ પંપ અથવા એગ્રોસ્ટાર કોપીગો (ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ 9.3% + લેમ્બડા 4.6% ZC) 8 મિલી પ્રતિ પંપ છાંટવું. 3.સાથે જ, છોડના વિકાસ અને ફૂલ/ફળ ની ગુણવત્તા સુધારવા માટે ફાસ્ટર 30 મિલી પ્રતિ પંપ પ્રમાણે છંટકાવ કરવો. 🌱 સાવચેતીઓ 1.ઇયળના ઉપદ્રવના પ્રારંભિક ચરણમાં જ તેના નિયંત્રણ માટે યોગ્ય રસાયણોનો ઉપયોગ કરો. 2.ઉપદ્રવિત ભાગો સમયસર દૂર કરવાથી પાકને વધુ નુકસાન થવાથી બચાવી શકાય છે. 👉સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
6
0
અન્ય લેખો