ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ભીંડામાં પીળી નસના રોગ નું કરો નિયંત્રણ!
🌱આ પીળી નસનો રોગ વિષાણુથી થાય છે.
🌱આ રોગનો ફેલાવો સફેદ માખી નામની જીવાતથી થાય છે.
🌱છોડની કોઈ પણ અવસ્થામાં, બીજના ઊગવાથી તે છોડની પરિપક્વ અવસ્થા સુધીમાં ગમે ત્યારે આ રોગનું આક્રમણ થઈ શકે છે.
🌱આ વિષાણુનું આક્રમણ થતાં પાનની બધી જ નસો સ્પષ્ટ પીળી થઈ જતી હોય છે.
🌱પાનની નસોની વચ્ચેના ભાગમાં ઝાંખાં લીલાં પીળાં ધાબાં જોવા મળે છે.
🌱આવા તીવ્ર રોગિષ્ઠ છોડ બટકા અને નબળા, પીળાં કે ઝાંખાં પીળાં પાનવાળા જોવા મળે છે.
🌱આવા છોડ પર નાની પીળી શિંગો બેસે છે, જેથી ઉત્પાદન સાથે તેની ગુણવત્તા ખૂબ જ ઘટી જાય છે.
🌱રોગિષ્ઠ છોડ પર ફૂલ ઓછાં આવે છે. ફળ પીળાં, નાનાં અને કઠણ થાય છે.
🌱આ રોગથી 50 %થી 100 % જેટલું નુકસાન થાય છે.
🌱આ રોગ ના નિયંત્રણ માટે ક્રુઝર(થાયોમીથોકઝામ 25% ડબલ્યુજી) 4 ગ્રામ સાથે પાકના સારા વૃદ્ધિ વિકાસ માટે પાવર જેલ 25 ગ્રામ પ્રતિ પંપ મિશ્રણ કરીને છંટકાવ કરવો.
👍 સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!