સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ભીંડામાં તડતડિયાં નું નિયંત્રણ !
👉 ભીંડાની વાવણી મોટેભાગે ખેડૂતો આખુ વર્ષ દરમ્યાન કરતા હોય છે. આ પાકમાં અન્ય જીવાતોની સાથે સાથે તડતડિયાનો ઉપદ્રવ આખા વર્ષ દરમ્યાન જોવા મળતો હોય છે. તો ચાલો જાણિયે આ જીવાત વિષે થોડું વધારે. 👉 આ જીવાત રંગે લીલી હોવાથી તેને ખેડૂતો લીલી પોપટી અથવા લીલા મચ્છર તરીકે ઓળખે છે. 👉 આ જીવાત ભીંડા ઉપરાંત કપાસ, બટાટા, રીંગણ, ટામેટાં વિગેરે ખેતી પાકોને પણ નુકસાન કરતા હોય છે. કેટલાક પાકોમાં આ જીવાત વિષાણૂજન્ય રોગોને ફેલાવો પણ કરતા હોય છે. 👉 આ જીવાતની લાળમાં એક પ્રકારનું ઝેરી તત્વ આવેલ હોવાને લીધે પાન સુકાવા (હોપર બર્ન) માંડે અને બરડ થઇ જાય છે. 👉 આ જીવાત વાતાવરણના તાપમાન સાથે હકારત્મક અને હવામાં રહેલ ભેજ અને વરસાદ સાથે નકારાત્મક સંબધ ધરાવે છે. 👉 આ જીવાતનું ક્ષમ્ય-માત્રા (ઇટીએલ) સરેરાશ એક પાન ઉપર પાંચ કે પાંચથી વધારે સંખ્યાં હોય તો દવાનો છંટકાવ ફાયદાકારક બને છે. 👉 તડડિયાના સર્વે (જીવાતનીમોજણી) માટે ખેતરમાં પીળા ચીકણાં ટ્રેપ લગાડવા. 👉 ઉપદ્રવની શરૂઆતમાં લીંબોળીનું તેલ ૫૦ મિલિ અથવા લસણની ૫૦૦ ગ્રામ કળીનો અર્ક અથવા લીમડા આધારિત તૈયાર દવા ૧૫ મિલિ (૧ ઈસી) થી ૪૦ મિલિ (૦.૧૫ ઈસી) અથવા વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરવો. 👉 તડડિયાના નિયંત્રણ માટે બુપ્રોફેઝીન ૭૦ ડીએફ ૫ મિલિ અથવા ઈમિડાક્લોપ્રીડ ૭૦ ડબલ્યુજી ૫ ગ્રામ અથવા થાયામેથોક્ષામ ૨૫ ડબલ્યુજી ૪ ગ્રામ, ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૭ મિલિ અથવા ડાઈફેનથ્રુરોન ૫૦ ડબલ્યુપી ૧૫ ગ્રામ અથવા કાર્બોફ્યુરાન ૩જી દાણાદાર દવા હેક્ટરે ૩૩ કિલો જમીનમાં આપવી. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
11
5
અન્ય લેખો