AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ભીંડામાં તડતડિયાં નું નિયંત્રણ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ભીંડામાં તડતડિયાં નું નિયંત્રણ
ભીંડાની વાવણી મોટેભાગે ખેડૂતો આખુ વર્ષ દરમ્યાન કરતા હોય છે. આ પાકમાં અન્ય જીવાતોની સાથે સાથે તડતડિયાનો ઉપદ્રવ આખા વર્ષ દરમ્યાન જોવા મળતો હોય છે. તો ચાલો જાણિયે આ જીવાત વિષે થોડું વધારે. • આ જીવાત રંગે લીલી હોવાથી તેને ખેડૂતો લીલી પોપટી અથવા લીલા મચ્છર તરીકે ઓળખે છે. • આ જીવાત ભીંડા ઉપરાંત કપાસ, બટાટા, રીંગણ, ટામેટાં વિગેરે ખેતી પાકોને પણ નુકસાન કરતા હોય છે. કેટલાક પાકોમાં આ જીવાત વિષાણૂજન્ય રોગોને ફેલાવો પણ કરતા હોય છે. • આ જીવાતના બચ્ચાં અને પુક્ત લીલા રંગના અને નરી આંખે જોતા તે ફાચર આકારના લાગે છે. • તડતડિયાં મોટે ભાગે પાનની નીચલી સપાટીએ રહી નુકસાન કરે છે અને તેને અડતા તે હંમેશા ત્રાસા ચાલે છે. • બચ્ચાંને પાંખો હોતી નથી તેથી તે ઉડી શકાતા નથી જ્યારે પુક્ત અવસ્થાએ પાંખોને કારણે એક પાન ઉપરથી બીજા પાન ઉપર કે બીજા છોડ ઉપર ઉડીને જઇ શકે છે. • નરી આંખે જોતા તેની બન્ને પાંખો ઉપર કાળા ટપકાં આવેલ હોય છે. • બચ્ચાંઅને પુક્ત બન્ને પાનની નીચે રહી પાનમાં મોઢું ખોસી દઇ પાનમાંથી રસ ચૂંસે છે. જેને લીધે પાનની ધારો પીળી પડી જઇ ઉપરની તરફ પાન વળી જાય છે એટલે કે પાન કોડિયા જેવા થઇ જાય છે. • આ જીવાતની લાળમાં એક પ્રકારનું ઝેરી તત્વ આવેલ હોવાને લીધે પાન સુકાવા (હોપર બર્ન) માંડે અને બરડ થઇ જાય છે. • આ જીવાત વાતાવરણના તાપમાન સાથે હકારત્મક અને હવામાં રહેલ ભેજ અને વરસાદ સાથે નકારાત્મક સંબધ ધરાવે છે. • આ જીવાતનું ક્ષમ્ય-માત્રા (ઇટીએલ) સરેરાશ એક પાન ઉપર પાંચ કે પાંચથી વધારે સંખ્યાં હોય તો દવાનો છંટકાવ ફાયદાકારક બને છે. • તડડિયાના સર્વે (જીવાતનીમોજણી) માટે ખેતરમાં પીળા ચીકણાં ટ્રેપ લગાડવા. • ઉપદ્રવની શરૂઆતમાં લીંબોળીનું તેલ ૫૦ મિલિ અથવા લસણની ૫૦૦ ગ્રામ કળીનો અર્ક અથવા લીમડા આધારિત તૈયાર દવા ૨૦ મિલિ (૧ ઈસી) થી ૪૦ મિલિ (૦.૧૫ ઈસી) અથવા વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરવો. • તડડિયાના નિયંત્રણ માટે બુપ્રોફેઝીન ૭૦ ડીએફ ૫ મિલિ અથવા ડેલ્ટામેથ્રીન ૨.૮ ઇસી ૫ મિલિ અથવા થાયામેથોક્ષામ ૨૫ ડબલ્યુજી ૪ ગ્રામ ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૪ મિલિ અથવા એસિટામીપ્રિડ ૨૦ એસપી ૪ ગ્રામ અથવા ડાયનોટેફ્યુરાન ૨૦ એસજી ૪ ગ્રામ અથવા ફ્લોનિકામીડ ૫૦ ડબલ્યુજી ૪ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરવો અથવા કાર્બોફ્યુરાન ૩જી દાણાદાર દવા હેક્ટરે ૩૩ કિલો જમીનમાં આપવી.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ આપેલ પાક માહિતી ને લાઈક કરીને ને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
38
0
અન્ય લેખો