AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ભીંડામાં ડુંખ અને શીંગ કોરીખાનાર ઈયળ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ભીંડામાં ડુંખ અને શીંગ કોરીખાનાર ઈયળ
👉આજે આપને વાત કરીશું ભીંડામાં ડુંખ અને શીંગ કોરીખાનાર ઈયળ વિશે.જે પાક ઉત્પાદન અને ગુણવત્તા ઉપર માંથી અસર પોહ્ચાડે છે.વધુ માહિતી માટે લેખ વાંચો. Image-1 &2 👉ઉપદ્રવ આખા વર્ષ દરમ્યાન અને ખાસ કરીને વધુ તાપમાન અને ભેજવાળા વાતાવરણમાં વધુ જોવા મળે છે. પાકની શરૂઆતની અવસ્થામાં ઇયળ ડૂંખ કોરીને અંદર દાખલ થઇ કોરાણ કરે છે. પરિણામ સ્વરૂપ ઉપદ્રવિત ડૂંખના પાન મુરજાતા જોવા મળે છે અને ડૂંખ નમી જાય છે. આ રીતે છોડની ટોચનો ભાગ નાશ પામતાં બાજુમાંથી પીલા નીકળે છે. છોડ ઉપર કળી, ફૂલો અને શિંગો બેસવાની શરૂઆત થતાં ઇયળ આ ભાગોને કોરી ખાઇને નુકસાન કરે છે. આ ઈયળ શીંગો માં કાણા પાડતી હોવાથી ફળ ની ગુણવતા માં ઘડાતો થાય અને બજાર માં માંગ રેતી નથી છેવટે આર્થીક રીતે નુકશાન થાય છે. Image-3 👉જો તેના નિયંત્રણ વિશે વાત કરીએ તો હેલીઓક્ષ @ (પ્રોફેનોફોસ ૪૦% + સાઈપરમેથ્રિન ૪% EC ) ૩૦ મિલિ અને જરૂર જણાય તો બીજા છંટકાવમાં રૈપીજેન @ (ક્લોરન્ટ્રાનીલિપ્રોલ ૧૮.૫% SC) @ ૬ મિ.લી./ ૧૫ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
11
0
અન્ય લેખો