એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
ભીંડાની શીંગો બેડોળ થાય છે? તો કરો આ ઉપાય !
✅બે પ્રકારની ઇયળો શીંગોને નુકસાન કરતી હોય છે. આ ઇયળોને લીધે શીંગ બગડે અને તેનો આકાર પણ બદલાઇ જતો હોય છે. આવી શીંગો વીણી વખતે જૂદી તારવી લઇ ખાડો ખોદી દાટી દેવી, શેઢા-પાળા ઉપર ફેકવી નહિ.
✅વિણી પછી ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ ૧૮.૫ એસસી દવા ૩ મિલિ અથવા ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૫ મિલિ અથવા ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ ૯.૩૦% + લેમબ્ડા સાયહેલોથ્રિન ૪.૬૦% ઝેડસી દવા ૫ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. વધુમાં જો આપ ફેનપ્રોપેથ્રિન દવાનો છંટકાવ કરતા હો તો આ ઇયળની સાથે સાથે જો સફેદમાખી કે પાન કથીરીનો ઉપદ્રવ હશે તો તે પણ કાબૂમાં આવી જશે !
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.