AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ભીંડાની શીંગો ઉપર ફોલ્લી જેવા ઉપસેલા ડાઘા દેખાય છે? તો આ રહ્યું તેનું કારણ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
ભીંડાની શીંગો ઉપર ફોલ્લી જેવા ઉપસેલા ડાઘા દેખાય છે? તો આ રહ્યું તેનું કારણ !
👉 ભીંડા લાગવાની શરુઆત થાય ત્યાર પછી જો સ્ટીંક બગ નામના ચૂંસિયાનો ઉપદ્રવ હોય તો આવું બની શકે છે. 👉 આ વિવિધ રંગવાળા ચૂસિયાં રસ તો ચૂસે છે અને સાથે સાથે તેમની લાળમાં રહેલ અમૂક પ્રકારના રસાયણને લીધે શીંગો ઉપર ફોલ્લીઓ ઉપસી આવે છે. 👉 આવા ભીંડાના બઝાર ભાવ સારા મળતા નથી. 👉 તો સમયાંતરે અને ધીરજપૂર્વક ખેતરમાં છોડને તપાસવા અને જો આવા કિટક જોવા મળે તો તેમનો સત્વરે યોગ્ય દવાનો છંટકાવ કરી નિયંત્રણ કરવું. 👉 પાકની ગમે તે અવસ્થાએ આવી જીવાત આવી શકે છે. 👉 જેમ જેમ વીણી થતી જાય તેમ તેમ આવી નુકસાનવાળી શીંગોનું પ્રમાણ વધતુ જાય છે. નિંદામણનો પ્રમાણ વધારે હોય તેવા ખેતરમાં આનો ઉપદ્રવ ઝડપથી પ્રસરતો હોય છે. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો અને આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરો.
12
1