AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ભીંડાની કાબરી ઈયળ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ભીંડાની કાબરી ઈયળ
➡ ઈયળ નામ પ્રમાણે કાબરી-ચીતરી છે જે શીંગોમાં ઉતરી જઈ વિકસતા દાણા કોતરી ખાય છે. ➡ શીંગ પર ઈયળે પાડેલ કાણૂં તે પોતાની હઘારથી બંધ કરી દેતી હોય છે. ➡ શીંગો બેડોળ પણ થઈ જતી હોય છે. નિયંત્રણ : ➡ ઓર્ગેનિક ભીંડા કરતા ખેડૂતોએ ટ્રાયકોગ્રામા પરજીવી ભમરી ખેતરમાં છોડવી, આ જીવાતના મળતા ફેરોમોન ટ્રેપ્સ ગોઠવવા અને બાયોપેસ્ટીસાઇડ જેવી કે બેસીલસ થુરીન્જીન્સીસસ 1% વે.પા. નામના જીવાણુંનો પાવડર 20 ગ્રામ અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર 1% ડબલ્યુપી 40 ગ્રામ પ્રતિ 10 લિટર પાણીમાં ભેળવી સાંજના સમયે છોડ બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવો. ✔ જીવાતને નિયંત્રણમાં રાખવા માટે ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ 18.5 એસસી દવા 6 મિલિ અથવા એમામેક્ટીન બેન્ઝોએટ 5 એસજી 10 ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ 9.30% + લેમબ્ડા સાયહેલોથ્રિન 4.6% ઝેડસી દવા 8 મિલિ પ્રતિ 10 લી. પાણી પ્રમાણે વીણી કર્યા પછી છંટકાવ કરવો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
12
0
અન્ય લેખો