AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ભીંડાના પાકમાં સ્ટીંગબગનું નિયંત્રણ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ભીંડાના પાકમાં સ્ટીંગબગનું નિયંત્રણ
🌿હાલમાં ભીંડાના પાકમાં રોગ-જીવાત જોવા મળે છે. એમાંથી વધારે ખેડૂતોને સ્ટીંગબગ વધારે પ્રમાણમાં જોવા મળે છે. તો ચાલો જાણીએ આ જીવાત નું સચોટ નિયંત્રણ વિશે!! 🌿સ્ટીંગ બગ ના પુખ્ત ઢાલ જેવું શરીર ધરાવતી ઘેરા લીલા રંગ ની હોય છે અને શરીરની ફરતે પાતળી નારંગીથી પીળી રેખાઓ ધરાવે છે. 🌿સ્ટીંગ બગ શીંગો અને છોડની પેશીઓમાં તેમની સોય જેવા મુખના ભાગને દાખલ કરીને અને રસ ચૂસીને નુકસાન કરે છે. જેના કારણે શીંગો નો જેમ વિકાસ થાય છે તેમ નુકશાન થયેલો ભાગ ઉપર ફોડલીઓ જેવા નિશાન બને છે. શીંગો જાડી અને વિકૃત થયેલી દેખાય છે અને ગુણવત્તા જળવાતી નથી.આ જીવાતની નુકશાની ને કારણે ભીંડા નો બજાર માં યોય્ગ ભાવ મળતો નથી જેને કારણે ખેડૂત ને આર્થિક નુકશાની થાય છે. 🌿આ જીવાત ના સચોટ નિયંત્રણ માટે ભીંડામાં ફૂલ અવસ્થા શરુ થાય ત્યારે કિલ-એક્સ (થિયામેથોક્સામ 12.6% + લેમ્બડા સાયહેલોથ્રિન 9.5% ઝેસી) 8 મિલી / પંપ અથવા એગ્રોસ્ટાર ડાયના શિલ્ડ (ડાયનોટેફ્યુરાન 20% એસજી) 10 ગ્રામ/પંપ પ્રમાણે છંટકાવ કરવો. 👍 સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
16
1
અન્ય લેખો