AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ભીંડાના પાકમાં મોલોમચ્છીનો પ્રશ્ન અને નિયંત્રણ
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
ભીંડાના પાકમાં મોલોમચ્છીનો પ્રશ્ન અને નિયંત્રણ
જ્યારે ઠંડુ અને સૂકું વાતાવરણ હોય, ત્યારે મોલાની જીવાતનો ઉપદ્રવ વધે છે. શરૂઆતમાં પાનની નીચેની બાજુએ થોડાક મોલા દેખાય, પણ ટૂંક સમયમાં જ આ જીવાત ઝડપી ગતિએ ફેલાય છે. મોલા રસ ચૂસતા હોવાથી છોડના પાંદડા ચીમળાઈ જાય છે, અને તેનાથી પાકનો વિકાસ પ્રભાવિત થાય છે. 👉આ સમસ્યાનો સમયસર ઉપાય કરવો મહત્વપૂર્ણ છે. મોલા નિયંત્રણ માટે એગ્રોસ્ટાર ઝેનીથ 40 મિલી પ્રતિ પંપ પ્રમાણે છંટકાવ કરવો. સાથે જ, પાકના વૃદ્ધિ વિકાસ માટે એગ્રોસ્ટાર સ્ટેલર 25 મિલી પ્રતિ પંપ પ્રમાણે વાપરવું લાભદાયી રહે છે. આ સંયોજન છોડને મજબૂત બનાવે છે અને ઉત્પાદનમાં વધારો કરવામાં મદદરૂપ થાય છે. 👉વધુ સારી અસર માટે: ✔️ પ્રાથમિક લક્ષણો દેખાય ત્યારે જ ઉપાય કરો. ✔️ છંટકાવ માટે શુષ્ક અને શાંત હવામાન પસંદ કરો. ✔️ નિયમિત નિરીક્ષણ કરીને જીવાતના પ્રકોપને નિયંત્રણમાં રાખો. 👉સાચા સમયે યોગ્ય ઉપાય કરીને મોલાના ઉપદ્રવથી પાકનું રક્ષણ કરો અને વધુ ઉત્પાદન મેળવો! 👉સંદર્ભ :- AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
21
0
અન્ય લેખો