AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ભીંડાના પાકમાં કરો સ્ટીંગબગ નો અસરકારક ઉપાય
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ભીંડાના પાકમાં કરો સ્ટીંગબગ નો અસરકારક ઉપાય
🌱આજે આપને વાત કરીશું ભીંડાના પાકમાં આવતી સમસ્યા વિશે.હાલમાં પાકમાં સ્ટીંગ બગ નો ઉપદ્રવ વધુ જોવા મળી રહ્યો છે.અને આના કારણે શીંગની ગુણવત્તા બગડી જાય છે.તો ચાલો જાણીએ કઈ રીતે કરવું તેનું અસરકારક નિયંત્રણ. વધુ માહિતી માટે લેખ વાંચો. 👉સ્ટીન્ક બગ શીંગો અને છોડની પેશીઓમાં તેમની સોય જેવા મુખના ભાગને દાખલ કરીને અને રસને ચૂસીને નુકસાન કરે છે. જેના કારણે શીંગો નો જેમ વિકાસ થાય છે તેમ નુકશાન થયેલો ભાગ ઉપર ફોડલીઓ જેવા નિશાન બને છે. શીંગો જાડી અને વિકૃત થયેલી દેખાય છે અને ગુણવત્તા જળવાતી નથી, આ નુકશાન ના કારણે યોગ્ય બજારભાવ મળતા નથી અને આર્થિક રીતે ઘણું નુકશાન થાય છે. 👉ઓળખ:- સ્ટીન્ક બગ ના પુખ્ત ઢાલ જેવું શરીર ધરવતી ઘેરા લીલા રંગ ની હોય છે અને શરીર ની ફરતે પાતળી નારંગી થી પીળી રેખાઓ ધરાવે છે. 👉નિયંત્રણ વિશે વાત કરીએ તો ભીંડા માં ફૂલ અવસ્થા શરુ થાય ત્યારે કિલ -x @ ૮ મિલી / ૧૫ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અને એના ૧૦-૧૨ દિવસ પછી હેલિઓક્ષ @ ૩૦ મિલી / ૧૫ લીટર પાણી પ્રમાણે છંટકાવ કરવો. અને તે પછી પણ ઉપદ્રવ જણાય તો અગ્લોરો @ ૩૦ મિલી / ૧૫ લીટર પાણી પ્રમાણે છંટકાવ કરવો.આની સાથે સારા ફલાવરીંગ માટે ફ્લોરેન્સ @ ૩૦ મિલી મુજબ છંટકાવ કરવાથી સારું પરિણામ મેળવી શકાય છે. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
12
0
અન્ય લેખો