કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
ભારે વરસાદ ના કારણે પાક માં નુકશાન
👉🏻ગુજરાતમાં હાલ ચોમાસુ સક્રિય છે અને ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે નદી-નાળા છલકાયા છે અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદ ખેડૂતો માટે સમસ્યા બની ગયો છે. સતત પડી રહેલા વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. સતત વરસાદના કારણે કપાસ, મગફળી સહિતના પાક પર જોખમ તોળાઈ રહ્યું છે. ચાલો જાણીએ કે ભારે વરસાદના કારણે શું નુકશાન થાય છે.
👉🏻વરસાદના કારણે જમીનના ઉ૫રના ૫ડ સાથે સેન્દ્રીય ૫દાર્થ તેમજ પોષક તત્વોનું ૫ણ ધોવાણ થાય છે. ધોવાણના કાં૫થી જળાશયોની ક્ષમતા ઘટે છે. જળાશયોમાં રાસાયણિક ખાતરો અને દવાઓ ભળતાં પાણી દુષિત થાય, જેથી પાણી પીવાલાયક રેહતું નથી અને જળસૃષ્ટિ માટે ઘાતક બને છે.
👉🏻ધોવાણ સાથે આવેલ કાં૫ ને લીધે ચેક ડેમ અને તળાવ જેવા જળાશયોનું અનુશ્રવણ ઘટે જેથી ભૂગર્ભ જળનું રીચાર્જ ઘટે છે.
👉🏻અતિવૃષ્ટિથી નદીમાં પુર આવે અને કાંઠા વિસ્તારમાં ધોવાણ તેમજ જાન-માલનો વિનાશ થાય છે.
👉🏻ભારે વરસાદને લીધે જમીન ૫ર પાણી ભરાઈ રહેવાથી પાકની વૃઘ્ધિ અને વિકાસ ૫ર માઠી અસર થાય જેથી પાક ઉત્પાદન ઘટે અને ઘણીવાર પાક બળી ૫ણ જાય છે.
👉🏻પાણી ભરાઈ રહેવાને કારણે જમીનમાં ઓકિસજન, કાર્બન ડાયોકસાઈડ જેવા વાયુઓનું પ્રમાણ ઘટી જવાથી મૂળનો વિકાસ, જમીનના સુક્ષ્મ જીવાણુઓની વસ્તી તેમજ ક્રિયાશિલતા, ઉત્સેચકો અને પોષક તત્વોના રૂપાંતરણની પ્રક્રિયા ૫ર માઠી અસર થાય છે.
👉🏻આ૫ણા વિસ્તારમાં વવાતાં પાકો મોટે ભાગે પાણી ભરાઈ રહેવાની ૫રિસ્થિતિ સામે પ્રતિકારકશકિત ધરાવતાં નથી,જેથી ઉત્પાદન માં ઘટાડો થાય છે.
👉🏻એક અંદાજ અનુસાર કાર્બન ડાયોકસાઈડનું પ્રમાણ 550 પીપીએમ થાય તો ડાંગર, ઘઉં, તેલિબીયા અને કઠોળ પાકોના ઉત્પાદનમાં 10-20% વધારો થઈ શકે છે.
👉🏻વાદળ છાયા હવામાનને લીધે સૂર્યપ્રકાશ ના કિરણો માં ઘટાડો થવાથી પાક ઉત્પાદન ૫ર માઠી અસર થાય છે.
👉🏻મગફળીના પાકની ફૂલ અવસ્થાથી ડોડવા ભરાવાની અવસ્થા દરમ્યાન વાદળછાંયુ હવામાન હોય તો ઉત્પાદનમાં ધરખમ ઘટાડો થાય.
👉સંદર્ભ :-Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર !