AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ભારતીય ખેડૂતો ની આવક બમણી કરવા ઇઝરાયલ કરશે મદદ,  8 રાજ્યોમાં સેન્ટર તૈયાર કરાશે !
કૃષિ વાર્તાTV9 ગુજરાતી
ભારતીય ખેડૂતો ની આવક બમણી કરવા ઇઝરાયલ કરશે મદદ, 8 રાજ્યોમાં સેન્ટર તૈયાર કરાશે !
ભારત-ઇઝરાયલની કૃષિક્ષેત્રે પાર્ટનરશીપ વધુ વિકસી રહી છે. તેના જ ભાગરૂપે ત્રણ ઇન્ડો-ઇઝરાયલ સેન્ટર ઓફ એક્સલન્સનું ઉદઘાટન કર્ણાટકમાં કરાયું છે. આ સેન્ટર્સમાં ઇરીગેશન મેનેજમેન્ટ બેઇઝડ સેટેલાઈટ ઇમેજીંગ, એડવાન્સ ફર્ટીલાઈઝેશન, કેનોપી મેનેજમેન્ટ ટેકનિક્સના ફાયદા વગેરે વિશે ટ્રેનિંગ અને જાણકારી અપાશે. આ સેન્ટર્સ કેરીઓના એન્ડ ટુ એન્ડ કલ્ટીવેશન પ્રોટોકોલ, ઇઝરાઇલી કોમર્શિયલ હાઈટેક નર્સરી મેનેજમેન્ટમાં પણ મદદ કરશે. તેનાથી જુના પરંપરાગત વૃક્ષો અને નવી જાતોના પ્લેન્ટેશન અને રક્ષણ કરવામાં પણ મદદ મળશે. તેનાથી ડ્રીપ ઇરીગેશન, ફર્ટીલાઇઝેશન સિસ્ટમ લાગુ કરવામાં પણ મદદ મળશે. જેનાથી પાણીનો ઉપયોગ ઓછો થશે. ધારવાડનું સેન્ટર ઓફ એક્સલન્સ હાઈ ક્વોલીટી બિયારણોનું ઉત્પાદન કરશે. ઇઝરાઈલી સ્ટાન્ડર્ડથી ગ્રીન હાઉસ સ્ટ્રકચરમાં સારી પ્રેકટીસ આપશે. અને ઇઝરાઈલી શાકભાજીઓની વેરાઈટી પણ ઉપલબ્ધ કરાવશે. સેન્ટર ઓફ એક્સલન્સનું આ મોડલ અને ઇનિસિએટીવ ભારતભરના 8 રાજ્યોમાં લાગુ કરાશે. જેમાં કર્ણાટક મુખ્ય રાજ્ય રહેશે. આ પ્રોગ્રામનો હેતુ અને ફોકસ મોડર્ન એગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રકચર સ્થાપિત કરવામાં, ખેડુતોને કેપેસીટી બિલ્ડીંગમાં સપોર્ટ આપવો અને માર્કેટમાં તકો આપીને દરેક ખેડુતોનો નફો વધારવાનો છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : TV9 ગુજરાતી, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
14
8
અન્ય લેખો