AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ભારતમાં કેળાનું વધુ ઉત્પાદન વધુ નિકાસ તરફ દોરી જશે
કૃષિ વાર્તાએગ્રોવન
ભારતમાં કેળાનું વધુ ઉત્પાદન વધુ નિકાસ તરફ દોરી જશે
આ વર્ષે ભારતમાં અન્ય દેશોની સરખામણીએ કેળાનું ઉત્પાદન સૌથી વધુ થયું છે. આથી નિકાસમાં વધારો થવાની સંભાવના છે. આ વર્ષે ભારત 30 મિલિયન ટન કેળાનું ઉત્પાદન કરે તેવી સંભાવના છે. ફિલિપાઇન્સ વિશ્વમાં ત્રીજું સૌથી વધુ કેળાનું ઉત્પાદક છે, પણ આ વર્ષે તેના ઉત્પાદનમાં 25%નો ઘટાડો થયો છે જેથી નિકાસમાં વધારો થવાની સંભાવના છે. જૂન થી ઓક્ટોબર મહિના દરમિયાન, ફિલિપાઇન્સ કેળાનું ઉત્પાદન કરે છે, આમાંનો મોટો જથ્થો આરબ દેશોમાં નિકાસ કરવામાં આવે છે. પણ આ વખતે, ફિલિપાઇન્સના ઓછા ઉત્પાદનના કારણે, આરબ દેશો વિવિધ એજન્સીઓ અને એજન્ટો મારફતે ભારતમાંથી કેળાની નિકાસ કરી રહ્યાં છે. પરિણામે, છેલ્લાં ત્રણ દિવસમાં, કેળાનો ભાવ વધીને 60 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થયો. હાલમાં, નિકાસ માટેની કિંમત 1000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે.
આંધ્રપ્રદેશમાં કેળાની લણણીની મોસમ અગાઉથી જ સમાપ્ત થઇ ગઇ છે. મધ્યપ્રદેશ અને ગુજરાતમાં લણણીની મોસમ મે મહિનાથી શરૂ થશે. હાલમાં મહારાષ્ટ્રમાં કેળાનું સૌથી વધુ ઉત્પાદન જલગાંઉ જિલ્લામાં છે. ત્યાંથી, કેળાના બે કન્ટેનર (20 મેટ્રીક ટન ક્ષમતાવાળું એક કન્ટેનર) ની દરરોજ નિકાસ કરવામાં આવે છે. આરબ દેશો જેવાં કે બહરેન, મસ્કત, અબુધાબી, ઇરાન, સાઉદી અરેબિયા, અને અન્ય દેશોમાં દરરોજ આવા છ કન્ટેનરના નિકાસ માટેની માંગ છે, સ્ત્રોત – એગ્રોવોન, માર્ચ 16, 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
168
0