AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ભારતનો સસ્તો સ્માર્ટફોન જલ્દી જ થશે લોન્ચ !
સમાચારન્યૂઝ18 ગુજરાતી
ભારતનો સસ્તો સ્માર્ટફોન જલ્દી જ થશે લોન્ચ !
📱 જિયોફોન નેક્સ્ટ ક્યારે લૉંચ થશે તેને લઈને અટકળો ચાલી રહી છે. આ દરમિયાન રિલાયન્સ તરફથી ‘Making of JioPhone Next’ વીડિયો રજૂ કરવામાં આવ્યો છે. આ ફોન દિવાળી પર લોંચ થઈ શકે છે. એવું પણ કહેવામાં આવે છે કે દિવાળીના દિવસે એટલે કે ચોથી નવેમ્બરના રોજ આ સ્માર્ટફોન લૉંચ કરવાની સાથે સાથે કિંમત અને ક્યારથી બજારમાં ઉપલબ્ધ બનશે તેની જાણકારી આપવામાં આવશે. જોકે, કંપની તરફથી આ મામલે કંઈ જ માહિતી આપવામાં આવી નથી. 📱 જિયોએ આ વર્ષે આયોજિત 44મી AGMમાં પોતાના નવા સ્માર્ટફોન JioPhone Next પરથી પડદો ઊંચક્યો હતો. આ સ્માર્ટફોનને Jioએ Google સાથે મળીને તૈયાર કર્યો છે. આ ફોનની સૌથી મોટી ખાસિયત એ છે કે આ સ્માર્ટફોન સૌથી ઓછી કિંમતવાળો 4G સ્માર્ટફોન હશે. પહેલા આ ફોન 10મી સપ્ટેમ્બરના રોજ લૉંચ કરવામાં આવનાર હતો. જોકે, કોઈ કારણોસર તેનું લૉંન્ચિંગ ટાળી દેવામાં આવ્યું હતું. ફીચર્સ : 📱 વીડિયોમાં જોઈ શકાય છે કે આ ફોનમાં પાછળની બાજુએ 13 મેગાપિક્સલનો કેમેરો હશે. આ ફોન એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. વીડિયોમાં જોઈ શકાય છે કે જિયોફોન નેક્સ્ટ પ્રગતિ ઓએસ પર કામ કરશે, જેને એન્ડ્રોઇડ OS તરફથી બનાવવામાં આવી છે. 📱 આ ફોનના કેમેરામાં વિવિધ ફોટોગ્રાફી મોડ જેવા કે, portrait mode, night mode વગેરે હશે. આ ફોનમાં પ્રી-લોડેડ ગૂગલ એપ્સ હશે. પ્રગતિ ઓએસને પગલે ફોનની બેટરી ખૂબ સારું પર્ફોર્મ કરશે. આ ઉપરાંત આ ફોનમાં ઓટોમેટિક અપડેટ મળશે. જોકે, કંપની તરફથી આ ફોનની કિંમત અને લૉંચિગ તારીખની જાહેરાત નથી કરવામાં આવી. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : ન્યૂઝ18 ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
15
6