AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ભાગ III - શેરડી માટે સિલીકોનનો ઉપયોગ જરૂરી
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ભાગ III - શેરડી માટે સિલીકોનનો ઉપયોગ જરૂરી
5) પાણી બચાવે છે અને દુષ્કાળની પરિસ્થિતિમાં તણાવ સહન કરવા માટે - જયારે શેરડી માટે સિલિકોનનો ઉપયોગ કરેલ હોય છે ત્યારે તે પાનમાંથી વધારે પ્રમાણમાં થતું બાષ્પીભવન ઘટાડે છે. બષ્પીભાવાનનું પ્રમાણ મુખ્યત્વે પાનના કોષની દિવાલમાં સિલિકોનના સંગ્રહ પર આધાર રાખે છે. સિલિકોનનું મજબૂત સ્તર મોટા અંશે બાષ્પીભવનના પ્રમાણમાં ઘટાડો કરે છે. આ દિવસોમાં ઓછા વરસાદ અને પાણી ઓછી પ્રપ્યતાના કારણે ઉપજ ઘટે છે. તેનાથી બચવા સિલીકોનનો ઉપયોગ જરૂરી છે. 6) શેરડી નીચે પડી જાય અને શેરડીની મજબુતી વધે - જયારે શેરડીની સંખ્યા વધારે હોય ત્યારે, શેરડી નબળી રહે છે અને તે જમીન પર નીચે પડી જાય છે. બીજી બાજુ, જો સિલિકોન વાપરવામાં આવ્યું હોય તો, પાનની મજબૂતી વધે છે અને તેથી પાક પુરતા પ્રમાણમાં સુર્યપ્રકાશ મેળવે છે અને શેરડી મજબૂત બને છે અને નીચે પડવાના પ્રમાણમાં ઘટાડો થાય છે.
7) પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા સરળ બને છે - સિલિકોનના ઉપયોગના કારણે પાન મજબુત બને છે અને પાનનો આકાર વધે છે. તેથી પાનના વધુમાં વધુ વિસ્તારમાં સુર્યપ્રકાશ મળે છે અને વધુમાં વધુ કાર્બનડાયોક્સાઈડ મેળવે છે અને વધુમાં વધુ નાઇટ્રોજનનો સંગ્રહ કરે છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઝડપી અને સરળ બને છે અને તે પાનની લીલાશ વધારે છે. 8) શેરડીની ઉપજમાં વધારો - સિલિકોનના ઉપયોગના કારણે, શેરડીની ઉપજમાં નોંધપાત્ર વધારો થાય છે. ઘણા પ્રયોગો દ્વારા સાબિત કરવામાં આવ્યું છે કે શેરડીની ઉપજ 10 થી 50% સુધી વધે છે અને ખાંડની ટકાવારીમાં 22% વધારો થાય છે. શ્રી. સુભાષ મોરે વરિષ્ઠ કૃષિ નિષ્ણાત (શેરડી)
60
1