AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ભાગ II - શેરડી માટે સિલીકોનનો ઉપયોગ જરૂરી
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ભાગ II - શેરડી માટે સિલીકોનનો ઉપયોગ જરૂરી
3) સિલિકોન અને રોગો અને જીવાત વ્યવસ્થાપન - સિલિકોનના ઉપયોગથી ઘણા રોગો અને જીવાતોથી બચી શકાય છે. તે જીવતો જેવીકે વુલી એફીડ (ઊની મધીયા), પાયારીલા વગેરે અને રોગો જેવાકે ગેરૂ જે ક્ષમતામાં ઘટાડો કરે છે તેમને અટકાવે છે. સિલિકોન કોષની દિવાલ જાડી બનાવે છે અને તેના પરિણામે પાન સીધા અને ખરબચડા બને છે. આ રીતે, તે ચુસીયા જીવાત માટે અવરોધ તૈયાર કરે છે જયારે તે તેનું મોઢું તેમાં ઘુસાડે છે અને તેના જડબાને નુકસાન થાય છે. તેથી છોડ જીવાતોથી સુરક્ષા મેળવે છે અને ખરબચડા પાનને કારણે, રોગોના બીજ સરળતાથી અંકુરિત થતા નથી. જીવાતો જેવીકે ડુંખ કોરી ખાનાર ઈયળ, સફેદ માખી વગેરે શેરડીના પાકને નુકસાન કરે છે અને કારણે ઘણું નુકસાન થાય છે. તેઓ ઘણા રોગોના બેક્ટેરિયા ફેલાવે છે. સિલિકોન આ જીવાતો અને તેની ઈયળો સામે કાર્ય કરે છે.
4) ખાંડનું બીજા ઘટકમાં રૂપાંતર અટકાવે છે - (ખાંડનું વ્યુત્ક્રમ)- આ પ્રક્રિયા તેની પરિપક્વતા બાદ શેરડીમાં જોવામાં આવી છે.શેરડીમાં ખાંડ સુક્રોઝ્ના સ્વરૂપમાં હોય છે જે ખાંડના બીજા સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે. તેના પરિણામે વજન અને ઉત્પાદનમાં ઘટાડો થાય છે સિલિકોનના ઉપયોગના કારણે, શેરડીમાં ખાંડને પ્રમાણની ટકાવારીમાં વધારો થાય છે. ખાંડને તેની વર્તમાન સ્થિતિમાં સંગ્રહ કરી અને તેને બીજા સ્વરૂપ રૂપાંતરિત થતા અટકાવવી જેવી પ્રક્રિયા પર સારી અસર કરે છે. તેના કારણે, શેરડીનું વજન ઘટે છે અને ખાંડમાં ઘટાડો થઇ શકે છે. શ્રી. સુભાષ મોરે વરિષ્ઠ કૃષિ નિષ્ણાત (શેરડી)
48
0