સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ભાગ (II) મધમાખી ઉછેર દ્વારા પાકનું ઉત્પાદન વધારવું
મધમાખી પોષણ વ્યવસ્થાપન: • મધમાખી ઉછેર પહેલા તમારા મધવાડામાં પોષણયુક્ત સામગ્રી ગોઠવો. • મધમાખી ફૂલોની પરાગરજ અને ફૂલોના રસમાંથી પોષણ મેળવે છે. તેથી, મધમાખી ઉછેરનારે પ્રથમ મધમાખીઓ પરાગરજ અને પુષ્પરસ કયારે મેળવી શકે તે મહિનો નક્કી કરવો જોઇએ. • કુદરતી રીતે પુષ્પરસ પ્રાપ્ય ન હોય તો, ખાંડના દ્રાવણને કૃત્રિમ આહાર તરીકે આપવું જરૂરી છે. • મધમાખીઓ પરાગરજ અને પુષ્પરસ જરદારું, રાઇ, કોથમરી, વરિયાળી, લીંબુ, લીચી, કેરી, પીનટ, કાકડી, શાકભાજી, નીલગીરી, આમળા, સૂર્યમુખી, લીંમડો, ગુલમહોર , જુવાર, બાજરી,દાડમ વગેરે માંથી મેળવે છે. • મધમાખી ઉછેરનારે લાકડાના મધપુડાને વનસ્પતિ નજીકના પરિસરમાં હોય, તેવી જગ્યાએ મુકવુ જોઇએ જેથી તેઓ સરળતાથી પરાગરજ અને પુષ્પરસ મેળવી શકે. સાવચેતી: મધમાખી ઉછેર કેન્દ્રની ફરતે સ્વચ્છતા જાળવવી જરૂરી છે. મોટા મીણના ફૂદા , નાના મીણના ફૂદા , ગરોળીઓ, ઉંદરો, કાચિંડાઓ, રીંછ જેવા શિકારીઓને દૂર રાકવાના પગલાં લેવા જોઇએ.
લોનનું વ્યવસ્થાપન:_x005F_x000D_ સરકારે રાષ્ટ્રીય બેંકોમાં આ ઉદ્યોગ માટે લોનની સુવિધા ઉપલબ્ધ કરાવી છે; આ હેતુ માટે 2 થી 5 લાખ સુધીની લોન મળી શકે છે._x005F_x000D_ _x005F_x000D_ સ્ત્રોત – શ્રી. એસ.કે.ત્યાગી_x005F_x000D_ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
421
0
અન્ય લેખો