AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ભાગ I - શેરડી માટે સિલીકોનનો ઉપયોગ જરૂરી
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ભાગ I - શેરડી માટે સિલીકોનનો ઉપયોગ જરૂરી
શેરડી એવા પાક તરીકે ઓળખાય છે જે સિલીકોનનો સંગ્રહ કરે છે. સિલિકોનની ઉણપ ઓછી ઉપજનું એક કારણ હોઈ શકે છે. દિવસેને દિવસે શેરડીની ઉત્પાદકતામાં ઘટાડો ચિંતાનું કારણ છે. અનાજના પાકમાં, સિલિકોન કરતા વધારે જરૂર છે. આ પાકમાં સિલિકોનની માત્રા નાઇટ્રોજન, ફોસફરસ, અને પોટાશ કરતા વધારે હોય છે. જો તેની જરૂર ન હોય તો, પાક તેને શોષશે નહિ. કદાચ, અપૂરતા સંશોધનના કારણે, વૈજ્ઞાનિકો પાકના વિકાસમાં, પાકની સુરક્ષામાં, પાકની ગુણવત્તા વધારવા માટે આ પોષક તત્વના મહત્વ વિશે જાણતા નથી, તેથી તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા નથી. શેરડીનો પાક જે વર્ષમાં પ્રતિ એકર 100 ટનની ઉપજ આપે છે તે 400 કિગ્રા સિલિકોન શોષે છે. બીજી બાજુ, તે 205 કિગ્રા નાઇટ્રોજન, 55 કિગ્રા ફોસફરસ અને 275 કિગ્રા પોટાશ શોષે છે. વર્ષ 1937માં અવલોકન કરવામાં આવ્યું હતુકે શેરડીની ઉપજ સિલીકોનનો ઉપયોગ સાથે વધી હતી. ત્યારથી તેનો ઉપયોગ બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા, અમેરિકા અને ચીન જેવા દેશોમાં વધુ માત્રામાં થાય છે.
1) સિલિકોન અને જમીનની ફળદ્રુપતા - જમીન મૂળના વિકાસ માટે અને પાકને પોષક તત્વો પહોચાડવામાં મદદ કરે છે. તે પાણીના સંગ્રહ કરવામાં અને પાકને પહોચાડવામાં અને હવા અને પાણીનું પ્રમાણ જાળવવામાં મદદ કરે છે. જયારે જમીનમાં સિલિકોન વાપરવામાં આવે છે, ત્યારે તેની સારી અસર વસ્તુઓ પર થાય છે જેવી કે જમીનને વાયુમય બનાવવી, જમીનની પાણી ધારણ ક્ષમતા વધારવી, મૂળના પોલા ભાગોને મજબૂત બનાવવા, અને જેના પરિણામે પોષક તત્વોનું પરિવહન સરળ બને છે. જમીનની ભૌતિક અને રસાયણિક લાક્ષણિકતાઓ સુધારે છે અને જમીનમાંના સુક્ષ્મ બેકટેરિયાના પ્રમાણમાં વધારો થાય છે અને તેની કાર્યક્ષમતા પણ સુધારે છે. 2) સિલિકોન અને પોષક તત્વોની ઉપલબ્ધતા - રસાયણિક ખાતરની ઉપલબ્ધતા શેરડીમાં 35 થી 40% હોય છે જેનો મતલબ 60 થી 65% પોષક તત્વોનો બગાડ થાય છે. સિલિકોનના ઉપયોગથી, ઓછી માત્રામાં નાઇટ્રોજન ધોવાય છે. તેથી તેનો બગાડ ઘટે છે. ફોસફરસ ઠરવાનું પ્રમાણ પણ ઘટે છે અને ઠરેલ ફોસફરસ ફરીથી પ્રાપ્ય બને છે. આ પ્રમાણે, ફોસફરસની ઉપલબ્બ્ધતા 40 થી 70% વધે છે. તે જ પ્રમાણે, પોટાશની ઉપલબ્ધતા 20% વધે છે. તેથી, પોષક તત્વોની પ્રાપ્યતામાં વધુ પ્રમાણમાં વધારો થાય છે. તેની અસર જેવી કે વધુ અંકુરણ, શેરડીની ઊંચાઈમાં વધારો, જાડાઈ અને થડની લંબાઈ વધે છે અને પાકનો વિકાસ સારો થાય છે. શ્રી. સુભાષ મોરે વરિષ્ઠ કૃષિ નિષ્ણાત (શેરડી)
60
1