AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ભાગ I - ડુંખ કોરી ખાનાર ઈયળ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ભાગ I - ડુંખ કોરી ખાનાર ઈયળ
14 મહત્વની જીવાતો અને કીટકો મહારાષ્ટ્રમાં શેરડીની ઉપજ ઘટાડે છે. શેરડીના વિકાસના બધા તબક્કામાં ડુંખ કોરી ખાનાર ઈયળ સૌથી વધુ નુકસાન કરનાર જોવા મળે છે. ડુંખ કોરી ખાનાર ઈયળના ઉપદ્રવને કારણે શેરડીની ઉપજમાં મોટા પ્રમાણમાં ઘટાડો થાય છે. દુકાળની પરિસ્થિતિમાં, ડુંખ કોરી ખાનાર ઇયળ શેરડીને ઘણું નુકશાન પહોંચાડે છે. ઘઉં અને મકાઈના ખેતરોમાં ઉગવેલ શેરડીમાં ડુંખ કોરી ખાનાર ઇયળનો ઉપદ્રવ જોવા મળે છે. ઋતુ પ્રમાણે ઉપદ્રવ પાણીની અછતના સમય દરમ્યાન થયેલ ખેતી દા.ત. માર્ચ - એપ્રિલના ઉનાળું મહિનાઓમાં ડુંખ કોરી ખાનાર ઇયળનો ઉપદ્રવ વધુ હોય છે કારણકે વધારે તાપમાન પાકના જીવાત પ્રત્યેની પ્રતિકાર શક્તિ ઘટાડે છે. ફેબ્રુઆરી પછી રાખવામાં આવેલ રેટૂન પાકમાં પણ ડુંખ કોરી ખાનાર ઇયળનો ઉપદ્રવ થાય છે.
નુકશાનના પ્રકારો - જીવાતનું જીવનચક્ર - સૂર્યોદય પહેલાં જીવાતના ફૂંદા બહાર આવે છે. આ ફૂંદા નિશાચર હોય છે તેથી તેઓ દિવસ દરમ્યાન શેરડીના થડ પર બેસે છે. ઈંડા - પાનની ધારની નીચેની સપાટી પર ઈંડા હંમેશા સમૂહના રૂપમાં મુકેલા હોય છે. ઈયળ - ઈંડામાંથી નીકળેલ ઈયળ ભૂખરા રંગની હોય છે. પૂર્ણપણે વિકસિત ઈયળ કથ્થઈ કાળા રંગની હોય છે. ઇયળનો તબક્કો 15 થી 20 દિવસોમાં પૂર્ણ થાય છે. કોશેટા તબક્કામાં પ્રવેશ કરતા પહેલા, ફૂંદાને જમીનમાંથી બહાર નીકળવા માટે ઈયળ 4 થી 10 સેમીની ઉંચાઈએ થડમાં કાણું બનાવે છે. પછી, ફૂંદા આ કાણામાંથી બહાર આવે છે. ઈયળ શિયાળામાં અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં સુશુપ્તાવસ્થામાં જાય છે. કોશેટો - કોશેટો પીળાશ અને કથ્થઈ રંગમાં હોય છે. કોશેટો અવસ્થા 6 થી 12 દિવસોની હોય છે. કોશેટોમાંથી નર અને માંદા ફૂંદા બહાર આવે છે. ફૂંદા - ફૂંદા ભૂખરા કથ્થઈ રંગના હોય છે. નર ફૂંદા કરતા માદા ફૂંદા આકારમાં મોટા હોય છે. એક પીઢીનું જીવન ચક્ર 30 થી 45 દિવસોમાં પૂર્ણ થાય છે. પાકની વિવિધ જાતિઓ અને હવામાન પ્રમાણે જીવાતનું જીવન ચક્ર બદલાય છે. શિયાળાની ઋતુમાં જીવાતનું જીવન ચક્ર લાંબુ બને છે. ભારત જેવા ઉષ્ણકટીબંધીય દેશમાં, ડુંખ કોરી ખાનાર ઇયળની 6 થી 7 પીઢીઓ વૃદ્ધી પામે છે અને સમશીતોષ્ણ આબોહવામાં 5 થી 6 પીઢીઓ વૃદ્ધી પામે છે. શ્રી. સુભાષ મોરે વરિષ્ઠ કૃષિ નિષ્ણાત (શેરડી)
44
0