AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
(ભાગ 1) ટામેટામાં થતી ત્રિરંગીય સમસ્યા
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
(ભાગ 1) ટામેટામાં થતી ત્રિરંગીય સમસ્યા
ટામેટામાં જોવા મળતા ત્રિ-રંગી ફળ માટે લેવાતા પગલાંનું આયોજન બે તબક્કામાં કરવાની જરૂર છે. પ્રથમ તબક્કામાં આપણે પહેલાથી જ સાવચેતીભર્યા પગલાં લઇશું જેથી પાછળ થી આ સમસ્યા આવે નહી અને બીજા તબક્કામાં જો આ સમસ્યા જોવા મળે તો આપણે આ સમસ્યાની તીવ્રતા ઘટાડવા માટેના તાત્કાલિત માવજત આપીશું . રોગના લક્ષણો: મોટા ભાગના ફળ પીળા રહે છે અને સંપૂર્ણ રીતે પરિપક્વ થતાં નથી. ગેરસમજ: ત્રિ-રંગી ફળની સમસ્યા માટે તેની જાત અને વિષાણુજન્ય રોગો જવાબદાર છે.
કારણ: નીચે દર્શાવેલા કેટલાક કારણોના લીધે આ સમસ્યા થાય છે. જોકે આ સમસ્યા માટેનું ચોક્કસ કારણ જાણવું થોડું મુશ્કેલ છે. 1. ટામેટાની હલકી ગુણવત્તાની પસંદગી/ ખેતી માટે વપરાતી ઓછી ઉપજાઉ જમીન 2. અસંતુલિત પોષણ વ્યવસ્થાપન 3. ચુસીયા જીવાંતનો ઉપદ્રવ 4. વિષાણુજન્ય રોગોનો ઉપદ્રવ 5. પાણીનું અનિયમિત અથવા વધારે/ ઓછું વ્યવસ્થાપન 6. તીવ્ર ગરમીમાં અયોગ્ય કાળજી પ્રથમ તબક્કામાં સમસ્યા ટાળવા માટેના નિવારક પગલાં: 1. જમીનની પસંદગી- ટામેટાના પાકના વાવેતર માટેની જમીન ફળદ્રુપ(ઉપજાઉ), પોષક ત્તત્વોથી સમૃદ્ધ,અને પાણીનો નિકાલ થઇ શકે તેવી હોવી જોઇએ.આ ઉપરાંત વાવેતર માટે વપરાતી પદ્ધતિ પણ મહત્વપૂર્ણ છે. ક્યારા પહોળા અને થોડી ઊંચાઇએ બનાવવા કે જેથી મૂળિયા નજીકની જમીનમાં હવાની અવરજવર થઇ શકે. ખેતી માટે ટપક સિંચાઇનો ઉપયોગ કરો. જો ક્યારાની ઊંચાઇ 0.5 ફૂટ અને પહોળાઇ 3 ફૂટ હોય, તો સફેદ મૂળિયા સક્રિય રહે છે અને પોષક તત્વોનો પુરવઠો સારી રીતે સંચાલિત થાય છે. 2. સંતુલિત પોષક ત્તત્વોનો ઉપયોગ- શક્ય હોય તો ટામેટા વાવતા પહેલા જમીનમાં મોજૂદ પોષક ત્તત્વો વિષે જાણવા જમીનની ચકાસણી કરો. આ સાથે જ ક્યારા બનાવતી વખતે, ખાતરના પાયાના ડોઝમાં (જૈવિક ખાતર, નીમ કેક, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કૅલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફરનો પાયાના ડોઝમાં સમાવેશ કરો) આપો. ટામેટાના વાવેતર બાદ નિયમિત ટપક સિંચાઇ દ્વારા દ્રાવ્ય ખાતર આપવાનું ચાલું રાખવું. 3. ઋતુ પ્રમાણે યોગ્ય જાતની પસંદગી- ટામેટાની સારી ઉપજ મેળવવા માટે હાયબ્રીડ જાતિની પસંદગી કરતી વખતે આ બાબતો ધ્યાનમાં રાખવી. જ્યારે દિવસ ટૂંકો અને રાત લાંબી હોય ત્યારે ઉનાળું જાત સારી ઉપજ આપશે નહીં. તેથી ઉનાળામાં ખેતી માટે સેમિનિસ-અન્સલ, આયુષ્માન, સીન્જેન્ટા-6242,1057, બેઅર-1143, બાયોસીડ વીર, જેકે-811ને ધ્યાનમાં લેવી જોઇએ. ખરીફ અને મોડી ખરીફ ઋતુ માટે ,સીન્જેન્ટા-2048, સેમિનિસ-ગર્વ, નામધારી 629 જેવી જાતો ધ્યાનમાં રાખવી. સંદર્ભ – તેજસ કોલ્હે, વરિષ્ઠ કૃષિવિજ્ઞાની જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
315
0
અન્ય લેખો