AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ભાગ-૩ ફક્ત 2 રુપયા વધુ કમાવવાની આશામાં કરેલા પ્રયોગો અને તેના પરિણામો
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ભાગ-૩ ફક્ત 2 રુપયા વધુ કમાવવાની આશામાં કરેલા પ્રયોગો અને તેના પરિણામો
આગળ વાંચેલ બધી સમસ્યાઓ માટે એક આદર્શ ઉકેલ તરીકે ખેડૂત વરસાદી અને ચોમાસુ ખેતી પદ્ધતિ છોડી વર્ષભર ખેતીની પ્રથા એવી પિયત ખેતીને અમલમાં લાવવાનો પ્રયત્ન કરે છે. તે માટે સિંચાઈનો સતત સ્ત્રોત જરૂરી છે. એટલે તે બોરવેલ, કુવા, ખેતરના તળાવ અથવા લીફ્ટ સિંચાઈનો ઉપયોગ કરે છે. ખેડૂતો આ યોજનાઓના અમલીકરણ માટે વિવિધ નાણાકીય સંસ્થાઓ અને બેંકમાંથી લોન તથા સરકારી સબસિડી લઈને કૃષિ પદ્ધતિમાં ફેરફાર લાવવાનો પ્રયાસ કરે છે. ફેરફારની સાથે નવી તક આવે છે સાથોસાથ નવા પડકારો પણ આવે છે. અસિંચિત ખેતીનું રૂપાંતર વરસાદીય ખેતીમાં કર્યા પછી કઈ તકો મળે છે અને કયા પડકારોનો સામનો કરવો પડે છે તે આપણે આ અને આગામી ભાગમાં જોઈશું.
સરકારી યોજનાઓ જેમ કે ખેતરના તળાવ, ટપક સિંચાઈ, સુધારેલ ટપક પદ્ધતિ દ્વારા ખાતર વ્યવસ્થાપન તકનીક વગેરેની માહિતી બધા ખેડૂતોને હોતી નથી અને જો હોય તો આ યોજનાઓ અમલમાં મુકતી વખતે શરૂઆતમાં કરવી પડતી પૈસાની વ્યવસ્થાઓ બધા માટે સહેલી હોતી નથી. યોજના પૂર્ણ થયા પછી જ અનુદાનની રકમ મળે છે. એટલે જેની પાસે મૂડી વધુ હોય તે જ આવી બાબતોનો ફાયદો ઉઠાવી શકે છે. યુનિવર્સિટી અને સરકારી કર્મચારીઓ આ વિવિધ યોજનાઓ વિષે માર્ગદર્શન આપે તે જરૂરી છે. છેલ્લા 2-૩ વર્ષના બજાર ભાવ જોયા પછી જ ખેડૂત ખેતી માટે પાક નક્કી કરે અને બીજા ખેડૂતો પણ તે જ પાકની ખેતી કરવાનું નક્કી કરે છે. તેથી ઓછી માંગણી અથવા વધુ પડતા પુરવઠાના લીધે આ પાકના ભાવ ઓછા થઇ જાય છે. જો હાલનું ઉદાહરણ લઈએ તો, બટાકાની કિંમત વાવણીના સમયે રૂ.1500/- પ્રતિ ક્વિન્ટલ હતી અને હવે જયારે બટાકા લણણી માટે તૈયાર છે તો અત્યારની કિંમત રૂ. 150/- પ્રતિ ક્વિન્ટલ છે, જે બતાવે છે કે માંગ અને પુરવઠાનું ગણિત, ક્યારેક ખેડૂતના પક્ષમાં હોય છે અને ક્યારેક નથી હોતું. હવે, માંગ અને પુરવઠો બન્ને ખેડૂતના હાથમાં નથી. આનું નિયંત્રણ માત્ર સરકાર અને માર્કેટિંગના લોકો જ કરે છે. આપણે ડુંગળીનું ઉદાહરણ લઈએ તો, તેના ભાવ ગ્રાહકને રડાવે એવા હોય છે, કોઈવાર જો ગ્રાહકને નફો થાય તો એ જ સમય ખેડૂતનું નુકસાન થાય છે. ડુંગળીના ઉત્પાદન અને વેચાણનો ભાવ બજારમાં અત્યારે રૂ. 7/- થી 9/- છે. ખેડૂતો ડુંગળી રૂ. 2/- માં વેંચે છે અને નુકસાન સહન કરે છે. ખેડૂતોની મહેનત તો ઠીક પણ મૂડી પણ વસૂલ નથી થતી અને મહત્વની બાબત એટલે જે જમીન માટે મૂડીનું રોકાણ કરવામાં આવ્યું હોય તે ખુબજ વધારે હોય છે. અત્યારના બજાર ભાવ મુજબ જમીનની કિંમત એકર દીઠ આશરે 20 લાખ હોઈ શકે છે. એક ઉદ્યોગપતિ જયારે અન્ય ધંધામાં આટલું વધુ રોકાણ કરે છે ત્યારે તે કેટલા નફાની અપેક્ષા રાખે છે? જો એક ખેડૂત તે જ રીતે અપેક્ષા રાખે તો ખોટું શું છે? તો ઉદ્યોગપતિ, કર્મચારીઓ અને વેપારીઓની જેમ જ ખેડૂતો અને તેમના પરિવારના સભ્યો વૈભવી જીવનશૈલીની અપેક્ષા ન કરી શકે? મૂળભૂત રીતે ફક્ત ખેડૂતો જ તેમના એક એકર ખેતી પર નિર્ભર નથી. પરંતુ મજૂરો, દલાલો, ઉદ્યોગપતિઓ, દુકાનદારો, કરિયાણા દુકાન માલિકો, પરિવાહકો વગેરે લોકોની એક મોટી સાંકળ છે જેઓ ખેતી પર નિર્ભર છે. પણ આ સાંકળ અદ્રશ્ય છે, એટલે તેનો ક્યારેય વિચાર કરવામાં આવતો નથી. જો એક ધંધો અથવા ઉદ્યોગ બંધ થવાની ધાર પર હોય, તો સરકાર તેને મદદ કરે છે, જેથી તે બંધ ન થાય. તેનું મૂળ કારણ એ છે કે, સરકાર પાસે તે ધંધો/ ઉદ્યોગમાં કેટલા મજૂરો કામ કરે છે તેનો રેકોર્ડ હોય છે. તેથી રોજગાર બંધ પડે અને કામગારોના પરિવાર પીડાય તે સરકારને પોસાય નહિ. તેથી સરકાર મૂડી રોકાણ પૂરી પાડવાનો પ્રયાસ કરે છે અને આ સ્થિતિમાંથી બહાર કાઢે છે. ખેતી વ્યવસાયમાં આવા પગલાં કેમ લેવામાં આવતા નથી? ખેતી આજીવિકા માટેનું એક સાધન ગણવામાં આવે છે. પણ હજુ તેને વ્યવસાયનો દરજ્જો નથી મળ્યો. એટલે જે ખેડૂત કૃષિ પ્રધાન દેશનો રાજા છે અને જે બધાને પોષે છે તે જ લાચાર છે અને આપણે તેને લોન અથવા લોન માફીની ભીખ માંગતા જોઈએ છીએ. ખેડૂતો સાથે થતો પક્ષપાત હજુ અહીં સમાપ્ત થતો નથી. જો ખેડૂત બેંકમાં વાહન લોન અથવા વ્યક્તિગત લોન લેવા જાય, તો બેંક તેની પાસે નોકરી અથવા વ્યવસાયની સાબિતી માટે પૂછે છે.અને જો તે 7/12 દેખાડે તો લોન નકારવામાં આવે છે અથવા તો લોનના દર બદલી દેવામાં આવે છે. નોકરી અથવા ધંધો કરનારને જે લોન 7-8% વાર્ષિક દરે મળે છે, તે જ લોન ખેડૂતને 11-12% વાર્ષિક દરે લેવી પડે છે. એક બાજુ બેંકના કર્મચારીઓ કૃષિ ઉત્પાદનો સસ્તા દરે ખરીદે છે, અને બીજી બાજુ ખેડૂત પાસેથી વધુ વ્યાજ દર લે છે, કારણકે જો તે લોન ચુકવવામાં અસમર્થ રહે તો તે ડૂબેલી રકમમાં ફેરવાઈ જવાની શક્યતા છે. અધિક જાણવા માટે આગળનો ભાગ જરુર વાંચજો.
57
0
અન્ય લેખો