AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ભાઈ, આફ્રિકામાં ખેતી કરવાની મળશે તક, 19 માર્ચથી રાજકોટમાં આંતરરાષ્ટ્રીય વેપાર મેળો !
કૃષિ વાર્તાVTV Gujarati News
ભાઈ, આફ્રિકામાં ખેતી કરવાની મળશે તક, 19 માર્ચથી રાજકોટમાં આંતરરાષ્ટ્રીય વેપાર મેળો !
👉 આફ્રિકામાં ખેતી કરવાની મળશે તક 👉 100 આફ્રિકન ખેડૂતો અને વેપારી આવશે રાજકોટ 👉 કૃષિ ક્ષેત્રે સર્જાશે ક્રાંતિ 👉 સૌરાષ્ટ્ર વ્યાપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા 19 થી 21 માર્ચ સુધી આંતરરાષ્ટ્રીય વેપાર મેળો યોજાશે. જેમાં આ સંમેલનમાં કૃષિ ક્ષેત્રના અનેક કરારો થશે. આગામી 20 માર્ચ શનિવારે રાજકોટમાં આ માટે કૃષિ સંમેલન યોજાશે. સામાન્ય રીતે રાજકોટમાં દર વર્ષે રૂ. 500 કરોડનો ખેતીક્ષેત્રમાં વેપાર થાય છે. 👉 સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ પરાગભાઈ તેજુરાએ જણાવ્યું હતું કે, કોરોનાને કારણે સમગ્ર વિશ્વ ચીનની વસ્તુ ખરીદવાનું ટાળી રહ્યું છે. સમગ્ર વિશ્વની નજર રાજકોટ અને સૌરાષ્ટ્ર તરફ મંડાઈ છે. રાજકોટ એ મિનિ ચાઈના હોવાથી સમગ્ર વિશ્વમાં ઓટોમોબાઈલ, એન્જિનિયરિંગ, આઈટી, મશીનરી પ્રોડક્ટમાં તમામ જરૂરિયાત પૂરી કરવાની ક્ષમતા ધરાવે છે. જેથી જ આફ્રિકન દેશોમાંથી ખેડૂતો, વેપારીઓ સૌરાષ્ટ્રની મુલાકાત લઈ રહ્યા છે. સામાન્ય રીતે રાજકોટમાં દર વર્ષે રૂ. 500 કરોડનો ખેતીક્ષેત્રમાં વેપાર થાય છે. 👉 આફ્રિકામાં ખેતી માટે પૂરતી જમીન છે અને ખેડૂતોની સંખ્યા ઓછી છે. 👉 જમીનમાં રાસાયણિક ખાતર, દવાનો વપરાશ થતો નહીં હોવાથી ઓર્ગેનિક છે. 👉 ખેતી માટે ત્યાં ટેક્નોલોજીનો વપરાશ ઓછો થાય છે, સૌરાષ્ટ્રના ખેડૂતો પાસે ટેક્નોલોજીની જાણકારી છે. 👉 આફ્રિકામાં ઉત્પાદિત થતી પ્રોડક્ટ માટે પૂરતું માર્કેટ મળી રહે છે જેના કારણે થાય છે કરાર. 👉 તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં ખેતીને લગતા ઔજારો તૈયાર થાય છે, તેની માંગ આફ્રિકામાં વધુ રહેલી છે. ત્યારે આફ્રિકામાં અનેક ગુજરાતીઓ ખેતીની જમીન લીઝ પર ભાડે રાખીને ખેતી કરી રહ્યા છે. આગામી પાંચ વર્ષમાં આફ્રિકામાં ગુજરાતના ખેડૂતો માટે કૃષિ ક્રાંતિ સર્જવાની ઉત્તમ તક ઉભી થઇ છે. આફ્રિકાના વેપારીઓ પણ ચાઇનાને બદલે સૌરાષ્ટ્ર સાથે વેપાર કરવા થનગની રહ્યા છે. 👉 આફ્રિકન દેશોના ડેલીગેશનો અને ખેડૂતો આગામી 19થી 21 તારીખ સુધી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ખેતરો અને ખેતીના સાધનો બનાવતા ઉદ્યોગોની મુલાકાત લેશે. આફ્રિકન દેશોમાં ખેતીની જમીન પુષ્કળ છે ત્યારે ગુજરાતના ખેડૂતો માટે ઉત્તમ તક ઉભી થશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : VTV Gujarati News. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
58
18