AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કીટ જીવન ચક્રકોપર્ટ બાયોલોજિકલ સિસ્ટમ
બ્લેક વાઈન વિવીલનું જીવનચક્ર
• વાઈન વિવીલ કેટલાંક પાક ની સાથે- સાથે સ્ટ્રોબેરી અને અન્ય પાકમાં પણ જોવા મળે છે. • આ કિટકનું જીવનચક્ર ઇંડા, ઇયળ, કોશેટો અને પુખ્ત અવસ્થામાંથી પસાર થાય છે. • આ કિટક ભુખરા અને કાળા રંગના હોય છે જે ૭-૧૦ મિમિ લાંબા અને તેમની પીઠ પર આછા પીળા રંગના ધબ્બા હોય છે. • પુખ્ત અને ઇયળ બંને છોડને નુકસાન પહોંચાડે છે. • પુખ્ત ઢાલિયા ફક્ત રાત્રે જ સક્રિય રહે છે જે પાન ને ધારથી શરૂ કરીને ગોળ કાણાં કરીને ખાય છે. • ઈયળ અવસ્થા જમીનમાં રહી મૂળને નુકસાન કરે છે. કેટલીકવાર તે છોડના જમીન ઉપરના ભાગોને પણ ખાતી હોય છે. • માદા કિટક ૧૦૦ થી હજાર જેટલા ઇંડા મૂકવામાં સક્ષમ હોય છે. ઇંડામાંથી નીકળી ઈયળ સૌથી વધારે નુકસાન કરે છે. • નાની અવસ્થાની ઈયળ શરુઆતમાં જમીનમાં રહેલ છોડના તંતુ મૂળ ખાય અને મોટી થાય છે તેમ વધારે પ્રમાણમાં મૂળ ખાય છે. ઈયળો છોડની કુમળી ફૂટતી ડાળીઓને પણ નુકસાન કરે છે. આ એકલી ઈયળ એક છોડને નાશ કરવા સક્ષમ હોય છે. • ઈયળ કોશેટા અવસ્થા જમીનમાં ધારણ કરે છે. એક જીવનચક્ર ૫ થી ૧૨ મહિનાનું હોય છે. સંદર્ભ: કોપર્ટ બાયોલોજિકલ સિસ્ટમ વધુ જાણવા માટે આ વિડિઓ અવશ્ય જુઓ તેમજ લાઈક કરો અને અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં!
27
0