AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બ્લેક રાઇસની ખેતી વિશે જાણો !
નઈ ખેતી, નયા કિસાનન્યુઝ 18 ગુજરાતી
બ્લેક રાઇસની ખેતી વિશે જાણો !
એક સમય હતો જ્યારે લોકો કહેતા હતા કે વાંચવા-લખાવા મન નથી લાગતું તો ખેતી કરો. પરંતુ આજના સમયમાં ખેતી અને ટેક્નોલોજીના વિકાસે તમામ મર્યાદાઓ દૂર કરી દીધી છે અને આ જ ખેતી દ્વારા લોકો લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. આજે અમે તમને બ્લેક રાઇસની ખેતી વિશે જાણીયે. જે તમને માલામાલ કરી દેશે. 🌾બ્લેક રાઇસની માંગ ઘણી વધી ગઈ છે: હાલના દિવસોમાં બ્લેક રાઇસની માંગ ઘણી વધી ગઈ છે. આ કાળા ચોખા શુગર, બ્લડપ્રેશર જેવી બીમારીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહ્યા છે. પરંતુ હવે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં પણ કાળા ચોખાની ખેતી શરૂ થઈ ગઈ છે. કાળા ચોખા રાંધવામાં આવે ત્યારે તેનો રંગ વાદળી-વાયોલેટ થઈ જાય છે. તેથી જ તે વાદળી ભાત તરીકે પણ ઓળખાય છે. 🌾 ઓછા પાણીવાળી જગ્યામાં પણ થાય છે બ્લેક રાઇસ: બ્લેક રાઇસ અથવા કાળા ચોખા સામાન્ય રીતે નિયમિત ચોખા જેવા જ હોય ​​છે. સૌ પ્રથમ ચીનમાં તેની ખેતી કરવામાં આવી હતી. જોકે, હાલ ભારતના પૂર્વોત્તર રાજ્યો આસામ અને મણિપુરમાં તેની ખેતી શરૂ થઈ છે. આ પાકને તૈયાર થવામાં સરેરાશ 100 થી 110 દિવસનો સમય લાગે છે. છોડની લંબાઈ સામાન્ય રીતે ડાંગરના છોડ કરતા મોટી હોય છે. આ ડાંગર ઓછા પાણીવાળી જગ્યાએ પણ ઉગાડી શકાય છે. 🌾સફેદ ચોખા કરતા મળે છે ઉંચા ભાવ: આ બ્લેક રાઇસ પરંપરાગત ચોખા કરતા અનેક ગણી વધુ કમાણી આપી શકે છે. સામાન્ય રીતે જ્યાં સાદા ચોખા 80 રૂપિયાથી લઈને 100-150 રૂપિયા પ્રતિ કિલો વેચાય છે. આ ચોખાની કિંમત 250 રૂપિયાથી શરૂ થાય છે. ઓર્ગેનિક કાળા ડાંગરની કિંમત 500 રૂપિયા પ્રતિ કિલો છે. ઘણા રાજ્યોની સરકારો પણ ખેડૂતોને આ ખેતી માટે પ્રોત્સાહિત કરી રહી છે. આ માટે તમે SMAM કિસાન યોજના 2022નો લાભ પણ લઈ શકો છો. આ યોજના દ્વારા તમને 50થી 80 ટકાની સબસિડી પર સરળતાથી ખેતીના સાધનો મળશે. આ બિઝનેસ કરીને તમે મહિને લાખો રૂપિયા કમાઈ શકો છો. સંદર્ભ : ન્યુઝ 18 ગુજરાતી, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
13
2
અન્ય લેખો