બ્રિટનના ખેડૂતોએ ગાયના છાણમાંથી બનાવી બેટરી, જુઓ કેટલા ફાયદા !
આંતરરાષ્ટ્રીય ખેતી,કૃષિ જ્ઞાનTV 9 ગુજરાતી
બ્રિટનના ખેડૂતોએ ગાયના છાણમાંથી બનાવી બેટરી, જુઓ કેટલા ફાયદા !
💡 ગાય અને છાણ ને લઈ તેના ફાયદાઓ વિશે તમે ઘણીવાર સાંભળ્યું અથવા વાંચ્યુ હશે. હવે બ્રિટનમાં ગાયનું છાણ આ સમયે ચર્ચાઓમાં છે. બ્રિટિશ ખેડૂતોએ ગાયના છાણમાંથી વીજળીનો વિકલ્પ તૈયાર કર્યો છે. ખેડૂતોના એક સમૂહ અનુસાર તેઓએ ગાયના છાણમાંથી એવો પાઉડર તૈયાર કર્યો છે, જેનાથી બેટરી બનાવામાં આવી છે. 💡 ગાયના એક કિલોગ્રામ છાણથી ખેડૂતોઓ એટલી વીજળી તૈયાર કરી લીધી છે કે 5 કલાક સુધી વૈક્યૂમ ક્લીનર ચલાવી શકાય છે. બ્રિટેનના આર્લા ડેરી તરફથી છાણનો પાઉડર બનાવી તેની બેટરી બનાવામાં આવી છે. જેને કાઉ પૈટરીનું નામ આપવામાં આવ્યું છે. AA સાઈઝની બેટરીઝથી સાડા 3 કલાક સુધી કપડા પણ ઈસ્ત્રી કરી શકાય છે. આ ઘણી ઉપયોગી શોધ છે. 💡 છાણથી પૂરી થશે વીજળીની જરૂરીયાત: બ્રિટિશ ડેરીની ઓપરેટિવ અરલા તરફથી આ બેટરી વિકસિત કરવામાં આવી રહી છે. બેટરી એક્સપર્ટ જીપી બેટ્રીસ નો દાવો છે કે ગાયના છાણમાંથી ત્રણ ઘરને એક વર્ષ સુધી વીજળી મળી શકે છે. એક કિલોગ્રામ છાણ દ્વારા 3.75 કિલોવોટ વીજળી ઉત્પન્ન કરી શકાય છે. એવામાં જો 4,60,000 ગાયોના છાણથી વીજળી બને, તો 12 લાખ બ્રિટિશ ઘરોમાં વીજળી સપ્લાઈ કરી શકાય છે. ડેરીમાં વર્ષ આખું 1 મિલિયન ટન છાણ મળે, જેનાથી વીજળી ઉત્પાદનનું મોટુ લક્ષ્ય રાખી શકાય છે. 💡 ડેરીમાં ઉપયોગ થઈ રહી છે છાણમાંથી બનેલી વીજળી: આર્લા ડેરીમાં તમામ વસ્તુઓ માટે છાણમાંથી બનેલી વીજળીનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાથી નીકળતા વસ્ટને ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. વીજળી બનાવાની પ્રક્રિયાને એનએરોબિક ડાયજેશન કહેવામાં આવે છે. જેમાં પશુઓના વેસ્ટમાંથી વીજળી બનાવામાં આવે છે. 💡 ડેરીમાં 4,60,000 ગાય છે, જેમના છાણ છાણને સુકવી પાઉડર તૈયાર કરવામાં આવે છે અને તેને ઉર્જામાં બદલવામાં આવે છે. ડેઇલી સ્ટાર સાથે વાત કરતા આર્લા ના એગ્રીકલ્ચર ડાયરેક્ટરે જણાવ્યું કે, જો આ તરફ સરકાર ધ્યાન આપે તો તેનાથી રીન્યૂએબલ એનર્જી સપ્લાઈમાં સોનામાં સુગંધ ભળવા જેવું ગણી શકાય. સંદર્ભ : TV 9 ગુજરાતી, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
14
5
અન્ય લેખો