ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
બ્રાઝિલ ભારતમાંથી ઘઉં, ચોખા અને બાજરીની આયાત કરી શકે છે!
બ્રાઝિલે ભારતમાંથી ઘઉં, ચોખા, બાજરી અને જુવારની આયાત કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. બંને દેશોના કૃષિ મંત્રીની બેઠક બાદ કરવામાં આવેલી સત્તાવાર રજૂઆતમાં આ માહિતી આપવામાં આવી છે. કૃષિ મંત્રાલયના નિવેદનમાં જણાવાયું છે કે, બ્રાઝિલની કૃષિ, પશુધન અને ખાદ્ય પુરવઠા મંત્રી તેરેઝા ક્રિસ્ટીન કોરીયા ડા કોસ્ટા ડાયસ સાથેની બેઠકમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે વિવિધ દ્વિપક્ષીય તકો અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. બંને મંત્રીઓએ કહ્યું કે કૃષિ ભારત અને બ્રાઝિલ માટે અગ્રતા વિસ્તાર ક્ષેત્ર છે અને તેઓએ કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં સહયોગ વધારવાનું વચન આપ્યું છે. ડાયસને કહ્યું કે બંને દેશોમાં સમાન પડકાર છે. મોટો ભાગ ખેતીવાડીમાં જોડાયેલો છે અને તેમાં મોટા ભાગના નાના અને સીમાંત ખેડુતો છે. તેમની આવક ઓછી છે. તેમણે કહ્યું કે અવરોધો દૂર કરવાથી બંને દેશોના વેપાર અને વ્યવસાયિક સંબંધો મજબૂત બનશે.
તેમણે કહ્યું કે ઘઉં, ચોખા, બાજરી અને જુવાર એવા કેટલાક ઉત્પાદનો છે જે ભારત બ્રાઝિલમાં નિકાસ કરવા માંગે છે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરે કહ્યું કે બંને દેશો એક બીજાની જરૂરિયાતો પૂરી કરી શકે છે અને તેથી વેપારને પ્રોત્સાહન આપવાની જરૂર છે. સંદર્ભ: આઉટલુક એગ્રીકલ્ચર, 24 જાન્યુઆરી 2020 જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને લાઈક કરો અને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
63
0
સંબંધિત લેખ