ફળ પ્રક્રિયાએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
બોર માંથી પ્રોસેસ્ડ ફૂડ બનાવો
બોર ફળ એક બાગાયતી પાક છે જે ગંભીર દુષ્કાળની સ્થિતિમાં પણ સારા પ્રમાણમાં ઉત્પાદન આપે છે. પરંતુ ટેક્નોલોજીના અભાવ અને અપૂરતી સુવિધાઓના કારણે લણણી કર્યા પછી, ફળોનો અતિશય નુકસાન થાય છે. એક જ સમયે વધુ માત્રા માં ફળો આવતા હોવાથી ખેડૂતોને ભારે નુકશાન થાય છે. આ સ્થિતિમાં, બજારમાં મૂલ્ય વર્ધક ઉત્પાદનો તૈયાર કરીને ઉપ્તાદનનું વેચાણ કરીને સંભવિત નુકસાનને અટકાવી શકાય છે.
બોર કેન્ડી: બોર ફળથી કેન્ડી બનાવવા માટે આરોગ્યપ્રદ ફળની પસંદગી કરો, તેમને પાણીથી સારી રીતે ધોવા અને સોયની મદદથી અને કાણું કરીને બીજને નીકાળી લેવું. બોર ફળને ઉકાળવા પાણીમાં 2 થી 4 મિનિટ સુધી રાખો. પછી જાળી પર ફેલાવી બોરને 2 ગ્રામ સલ્ફરના ધુમાડામાં 2 કલાક વરાળ આપો. વરાળ આપ્યાના પછી પ્રથમ દિવસે 50% ખાંડની ચાસણીમાં 3 કલાક માટે રાખવી જોઈએ. પ્રતિ લિટર ચાસણી 1 ગ્રામના દરે સાઇટ્રિક એસિડ ઉમેરો. બીજા દિવસે ખાંડ ઉમેરી ચાસણી 60% થવી જોઈએ અને તેને 24 કલાક સુધી રાખવી જોઈએ. ત્રીજા દિવસે, આગલા 3 થી 4 દિવસ સુધી બોરને ચાસણી માં ડુબાડી રાખો. ધ્યાન રાખો કે બોર સંપૂર્ણપણે ડૂબી ગયા છે કે નહીં. પછી ચાસણી માંથી બોર ને કાઢી નિતારી લેવું અને તેને 2 થી 3 દિવસ સુધી પંખા નીચે સૂકવવા દો. સૂકાયા પછી પોલિથીન બેગમાં ભરી સૂકી અને ઠંડી જગ્યાએ વજન કરો. સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સેલ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
143
0
સંબંધિત લેખ