ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
બોર્ડો મિશ્રણ ઘરે જાતે બનાવીને ઉપયોગ કરો અને પાકના અગણિત રોગોને રોકો !
👉 બોર્ડો મિશ્રણની શોધ ફ્રાંસની બોર્ડો યુનિવર્સિટીના ડો. મિલાર્ડેટે સને ૧૮૮૨માં કરી પાકના વિવિધ રોગ-થામ માટે ઉપયોગ કરેલ. 👉 ધરુવાડિયા અને ફળ અને શાકભાજીના પાકોમાં જીવાણૂં અને ફૂગથી થતા રોગોના અટકાવ માટેની એક અકસીર દવા સાબિત થયેલ છે. 👉 સૌ પ્રથમ બોર્ડો મિશ્રણ છાંટવાના એક દિવસ અગાઉ ૧ કિલોગ્રામ મોરથૂથું એક પ્લાસ્ટિકની ડોલ અથવા માટીના વાસણમાં નાખી તેમાં ૧૦ લિટર પાણી નાખી હલાવો. જેથી મોરથૂથુ ઓગળી જાય. 👉 ચૂનો ઓગાળવા માટીનું વાસણ લેવું કારણ કે ચૂનામાં પાણી ઉમેરાતાં તેમાં ગરમી પેદા થશે. 👉 ૧ કિલો ચૂનામાં ધીમે ધીમે ૧૦ લિટર પાણી ઉમેરતા જવું. ચૂનો ઓગળતો જશે. 👉 બીજા દિવસે બોર્ડો મિશ્રણનો ઉપયોગ કરવાનો હોય તે પહેલાં ચૂનાનું નિતર્યું દ્રાવણ ગાળી, મોરથૂથુવાળા દ્રાવણમાં આ ચૂનાનું પાણી ઉમેરતા જાઓ અને દ્રાવણને હલાવતા જાઓ. 👉 લોખંડના ચપ્પાને કે જેના ઉપર કાટ ન હોવો જોઈએ અથવા બ્લેડને આ મિશ્રણના દ્રાવણમાં એકાદ મિનિટ સુધી બોળી રાખવું. 👉 ચપ્પાને કે બ્લેડને કાટ લાગે અથવા રતાશ પડતું થાય તો તેમાં બીજો ચૂનો ઓગાળીને રેડવો અને ફરીથી ટેસ્ટ કરવો. 👉 ટેસ્ટ કરતા પહેલાં ચપ્પા ઉપરનો કાટ દૂર કરવો. ચપ્પાને કાટ લાગતો બંધ થવો જોઈએ. ચપ્પાને કાટ લાગતો બંધ થાય ત્યારે દ્રાવણ તૈયાર થયેલું સમજવું. 👉 આવું મિશ્રણ છંટકાવ માટે સલામત છે તેમ કહી શકાય. 👉 આ મિશ્રણમાં બાકીનું પાણી ઉમેરી ૧૦૦ લિટર મિશ્રણ તૈયાર કરવામાં આવે છે. આમ ૧ ટકાનું બોર્ડો મિશ્રણ તૈયાર થયેલું ગણાય. 👉 ત્યાર બાદ જરૂરિયાત મુજબ ગાળીને પંપમાં ભરીને છંટકાવ કરવામાં આવે છે. 👉 આ મિશ્રણ લીંબુ માં બળિયા ટપકાં અને ગુંદરિયો રોગ, પપૈયામાં ધરુ અને થડનો કહોવારો, દાડમમાં સુકારો અને ફળનો કહોવારો, દ્રાક્ષમાં તળછારો, આંબામાં કાળી ડાળીનો રોગ વગેરે રોગો માટે આ મિશ્રણનો ઉપયોગ કરી શકાય. 👉 કોઇ પણ શાકભાજી માટે કરેલ ધરુવાડિયામાં ધરુના કહોવારાના નિયંત્રણ માટે આ મિશ્રણ ખૂબ જ સસ્તો અને અસરકાર પુરવાર થયેલ છે. 👉 શાકભાજીના પાકો જેવા કે ડૂંગળી, બટાટા, રીંગણ, ટામેટા, કોબીજ, કોલીફ્લાવર, મરચી, ડૂંગળી, લશણ, આદુ, અને વેલાવાળા શાકભાજી તેમજ ફૂલ-છોડની ખેતીમાં આવતા રોગો જેવા કે આગોત્તરો/ પાછોત્તરો સુકારો, કહોવારો, તળછારો, ભૂકી છારો, એનથ્રેક્નોઝ, કાળા ટપકાંનો રોગ વિગેરે સામે આ મિશ્રણ અસરકારક છે. 👉 આ મિશ્રણની મર્યાદા એ છે કે મિશ્રણને બે દિવસથી વધારે સંગ્રહ કરી શકાય નહિ. ઠંડા અને વાદળછાયું વાતાવરણમાં છંટકાવ કરવાથી ક્યારે ક છોડ ઉપર વિપરીત અસર થઇ શકે છે. આ મિશ્રણ મકાઇ, સફરજન અને ડાંગરમાં ઉપયોગ કરી શકાતો નથી. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
99
25
સંબંધિત લેખ