AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બોરવેલ દ્વારા ભૂગર્ભ જળનું પુનર્ભરણ
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
બોરવેલ દ્વારા ભૂગર્ભ જળનું પુનર્ભરણ
વરસાદી પાણીને બોર વેલમાં મોકલવું એટલે બોરવેલનું પુનર્ભરણ કરવું . તળાવ અથવા ઝરણાંના પાણીને બોરવેલ પાસે વાળવું. બોરવેલની ફરતે 2 મી લંબાઈનો 2 મી પહોળાઈનો 2 મી ઊંડાઈનો ખાડો ખોદવો. ખાડાની ઉચાઇ જેટલા કેસિંગ પાઈપના ભાગ સુધી, 2 થી 2.5 સેમીના અંતરે 4 થી 5 સેમી વ્યાસનું કાણું પાડો. આ કાણાં પર કાથીની દોરી ચુસ્ત રીતે બાંધો. ખાડાના તળિયે ઈંટ અને પથ્થરના ટુકડા નાખો. તેના ઉપર કાંકરી નાખો અને અને ઉપરના ભાગમાં જાડી માટી ઉમેરો અને સૌથી ઉપરના ભાગમાં, ધોવાયેલ રેતી ઉમેરો.
પુનર્ભરણ કરતી વખતે લેવાની કાળજી. • ઝરણાંમાં પાણી ક્ષાર અને રસાયણ મુકત હોવું જોઈએ. • પુનર્ભરણ તાજા પાણી સાથે થવું જોઈએ. • જો તે વિસ્તારમાં મીઠું સંચિત થયેલ હોય, તો તે વિસ્તારના પાણીનો ઉપયોગ પુનર્ભરણ માટે કરવો જોઈએ નહિ. • ઔદ્યોગિક વિસ્તારના પાણીનો ઉપયોગ પુનર્ભરણ માટે કરવો જોઈએ નહિ. • સુક્ષ્મજંતુ ધરાવતા પાણીનો અથવા રોગચાળા વાળા વિસ્તારના પાણીનો ઉપયોગ કરવો નહિ. એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર એક્સેલન્સ, 17 મે 18
179
0
અન્ય લેખો