AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બે વિદ્યાર્થીઓએ સ્માર્ટ સીડ ડ્રીલ બનાવી કૃષિ ક્ષેત્રે ક્રાંતિ સર્જી !
કૃષિ વાર્તાદિવ્યભાસ્કર
બે વિદ્યાર્થીઓએ સ્માર્ટ સીડ ડ્રીલ બનાવી કૃષિ ક્ષેત્રે ક્રાંતિ સર્જી !
પાટડી તાલુકાની રસુલાબાદ પ્રા.શાળાના બે વિદ્યાર્થીઓએ પોતાના માર્ગદર્શક શિક્ષક સાથે મળીને સ્માર્ટ સીડ ડ્રીલ બનાવી કૃષિ ક્ષેત્રે ક્રાંતિ સર્જી છે. તેમની કૃતિએ ગુજરાત રાજ્ય વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શનમાં ભૂજ, છત્તિસગઢ અને બેંગ્લોર નેશનલ લેવલે અવ્વલ નંબર પ્રાપ્ત કરી પછાત રણકાંઠાનું નામ રાષ્ટ્રીય ફલક પર ગુંજતુ કર્યું છે. કૃષિ અને સજીવ ખેતી વિભાગમાં સ્માર્ટ સીડ ડ્રીલ બનાવી કૃષિ ક્ષેત્રે ક્રાંતિ સર્જી પાટડી તાલુકાના 200ની વસ્તી ધરાવતા ખોબા જેવડા રસુલાબાદમાં પ્રાથમિક શાળાના કાવ્ય વણોલ અને યજ્ઞેશ વણોલે શાળાના માર્ગદર્શક શિક્ષક જયદેવ વણોલના માર્ગદર્શનમાં કૃષિ અને સજીવ ખેતી વિભાગમાં સ્માર્ટ સીડ ડ્રીલ બનાવી કૃષિ ક્ષેત્રે ક્રાંતિ સર્જી છે. આજની 21મી સદીમાં વિજ્ઞાને સંશોધન ક્ષેત્રે અનેક પ્રકારની સિધ્ધીઓ હાંસલ કરી છે. જેમાં કૃષિ ક્ષેત્રે ઓરણી દ્વારા વાવેતર દરમિયાન કલ્ટીવેટરની પાછળ એક દાંતાવાળુ ચક્ર લગાવવામાં આવે છે. જે જમીન પર રહીને ફરે છે. જેથી ચેન દ્વારા વાવેતર કરવાનું ચક્ર પણ ફરે છે અને વાવેતર પણ થાય છે. આ જમીન પર ફરતા ચક્રની જગ્યાએ એમણે કારની પાવર વિંડોમાં વપરાતી મોટરનો ઉપયોગ કર્યો છે. અને હાર્ડવેર એન્જિનિયર દ્વારા ઓટોમેટિક ઘરઘંટીમાં મુકવામાં આવેલ સેન્ટર કિટના ઉપયોગ દ્વારા કૃષિ ક્ષેત્રે જગતના તાતને વાવણી સમયે બીજનું વાવેતર ક્યારેક થાય અને બંધ પણ થઇ જાય છે એને ખેડૂતોની ભાષામાં 'ડોયણું' પડ્યું એમ કહેવાય છે. તો ખેડૂતોને પડતી આ કાયમી મુશ્કેલીનું નિવારણ આ બે વિદ્યાર્થીઓના સંશોધને શોધી કાઢ્યું છે. મશીનને તૈયાર કરવાની પદ્ધતિ જાણો કારની પાવર વિન્ડોમાં વપરાતી 12 વોલ્ટની ચાલતી આ મોટર છે. જે જમીન પર ફરતા ચક્રની ગરજ સારે છે. તે ટ્રેક્ટરની સ્પીડ પ્રમાણે ચાલે છે. એક્સીલેટર વધારવાથી મોટરની ઝડપ પણ વધે છે અને ઘટાડવાથી ઝડપ ઘટે છે. જે બીજને ચોક્કસ અંતરે વાવવામાં મદદ કરે છે. આ મોટર હાઇડ્રોલિક સ્વીચમાં પુશ બટનથી કાર્ય કરશે. જેથી હાઇડ્રોલિક દ્વારા કલ્ટીવેટર નીચે મૂકીએ ત્યારે તે ઓન થશે અને શેઢે કલ્ટીવેટર ઉપાડીએ ત્યારે ઓફ થશે. જેથી બીજનો બગાડ થતો નથી. ઓટોમેટીક ઘરઘંટીમાં વપરાતી આ સેન્સર કીટ છે. જે ઘરઘંટીમાં જ્યારે દળવા નાખેલ અનાજ ખતમ થઇ જાય ત્યારે આ સેન્સર આપણને સાયરન દ્વારા ચેતવણી આપે છે. આ સંશોધનમાં ઓરણી, લોખંડની પાઇપ, સ્ટેન્ડ, બે ઇલેક્ટ્રોનિક સર્કીટ, બે જોડી સેન્સર, બે બઝર, એક પાવર વિન્ડોમાં વપરાતી મોટર અને પુશ સ્વીચનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સંશોધનની મુખ્ય વિશેષતાઓ * ઓરણી દ્વારા વાવેતર કરવાથી બીજનું યોગ્ય અંતરે ખેડૂત વાવેતર કરી શકે છે.* મીટર ચેઇનના કારણે ખેડૂત બીજની બચત કરી શકે છે.* ખેડૂત ઓછા માણસથી વાવણી કરી શકે છે.* ઓરણીમાં બીજ ખલાસ થાય તે પહેલા ખેડૂતને સાયરન દ્વારા ચેતવણી મળી જશે તેથી ડોયણું પડતુ નથી.* વાવેતર દરમિયાન જમીનમાં રહેલ વાવેતર કરવાની પાઇપ સાથે ભીની માટી ચોંટશે કે તરત જ ખેડૂતને સાયરન દ્વારા ચેતવણી મળી જશે.* જમીન પર રહીને ફરતુ ચક્ર ચેન દ્વારા ઓરણીને ફેરવે છે. જો ચક્રની ચેન ઉતરી જાય કે ચક્રમાં કપાસની સોટી ભરાય ત્યારે બીજ પડવાનું બંધ થાય છે તેમજ બીજ ઢાંકવા સમાર રાખવામાં આ ચક્ર મુશ્કેલી ઉભી કરે છે. ત્યારે કારમાં વપરાતી પાવર વિન્ડોની મોટર આ ચક્રની ગરજ સારે છે. સંદર્ભ : દિવ્યભાસ્કર આપેલ માહિતીને લાઈક કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
45
9