જૈવિક ખેતીએગ્રોવન
બેક્ટેરિયાવાળા ખાતરોના ફાયદા
• દરેક પાકમાં એની 8 થી 22 ટકા જેવી તીવ્ર વૃદ્ધિ થાય છે અને સાથે મૂળના વિકાસમાં ખુબ વધારો જોવા મળે છે. • પાકમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, સલ્ફર અને અન્ય આવશ્યક પોષકતત્વોની ઉપલબ્ધતા વધે છે. તેનાથી રાસાયણિક ખાતરોનો 25 થી 50 ટકા જેટલો ઓછો વપરાશ થાય છે અને પરિણામે બચત થાય છે. • પાકના વિકાસ માટે જરૂરી મહત્વપૂર્ણ ઘટકોના ઉત્પાદનમાં વધારો કરે છે. દા.ત.: ગિબ્રરેલિક એસિડનો ઉપયોગ કરવાથી પાકની અંકુરણની શક્તિમાં વધારો થાય છે. • જમીનની જૈવિક ફળદ્રુપતાને વધારે છે. • જમીનની રચના અને પાણીની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થાય છે, જેના પરિણામે પાકમાં અને પાકની આસપાસ પાણીનું વધુ સારી અને અસરકારક રીતે વ્યવસ્થાપન થાય છે. પાકની પાણીની જરૂરિયાત જાળવી રાખવા માટે સક્ષમ બનાવે છે. • આ ખાતર પાકમાં અંકુરણની પ્રક્રિયામાં એકંદર સુધારો કરે છે, નવા છોડોના ભાગો/કળીઓ/દાંડીઓ ઊગે છે, મૂળની સંખ્યામાં વધારો થાય છે અને છોડમાં વધુ ફળો અને ફૂલો પેદા કરવાની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થાય છે. • એકંદરે સમગ્ર ઉત્પાદનમાં 10 થી 20 ટકા વધારો જોવા મળે છે, અને તેમના ક્લોન્સના ગુણોમાં સુધારો થાય છે. • પાકના અવશેષોના બાકીના ભાગોને લિક્વિફાઇડ ડિમપોઝિંગ કલ્ચરના ઉપયોગ દ્વારા વિઘટિત કરવામાં આવે છે, આમ તેના કાર્બન અને નાઇટ્રોજન તત્વના ગુણોત્તરમાં સુધારો થાય છે. • કેટલાક બેક્ટેરિયા દ્વારા ઉત્પાદિત એન્ટિબાયોટિક્સ રોગકારક ફૂગને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. • પાકમાં આવતી બીમારી અને જંતુઓના પ્રવાહનો નોંધપાત્ર પ્રતિકાર કરે છે.
બેક્ટેરિયાવાળા ખાતરોનો ઉપયોગ કરતી વખતે આ સાવચેતીઓ રાખવી જરૂરી છે:_x000D_ • બેક્ટેરિયાવાળા ખાતરો શેડમાં સંગ્રહ કરો (25 થી 30 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે)_x000D_ • વાવણીના બીજ, ફૂગનાશકો અને અન્ય રાસાયણિક ખાતરો સાથે બેક્ટેરિયાવાળા ખાતરનું મિશ્રણ ન થાય તેનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ._x000D_ • બીજની વાવણી કરતી વખતે, સૌપ્રથમ ફૂગનાશક અને ત્યારબાદ જંતુનાશકનો ઉપયોગ કરવો જોઈએ અને પછી અંતે લિક્વિડ બેક્ટેરિયાવાળા ખાતરનો ઉપયોગ કરવો જોઈએ._x000D_ • લિક્વિડ બેક્ટેરિયાવાળા ખાતરની સમાપ્તિ તારીખનો હંમેશાં ઉલ્લેખ કરવામાં આવે છે. તેની સમાપ્તિ તારીખ પહેલાં ઉપયોગ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે અત્યંત કાળજી લેવી જોઈએ._x000D_ _x000D_ સંદર્ભ - એગ્રોવન જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
535
2
અન્ય લેખો