AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બેંકોએ 70 લાખ કિસાન કાર્ડ ધારકોને 62,870 કરોડ રૂપિયાની લોન ની મંજૂરી આપી !_x000D_
કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
બેંકોએ 70 લાખ કિસાન કાર્ડ ધારકોને 62,870 કરોડ રૂપિયાની લોન ની મંજૂરી આપી !_x000D_
બેંકોએ ખેડૂતોને ખરીફ સીઝન દરમિયાન પાકની વાવણીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે 62,870 કરોડ રૂપિયા ની લોન મર્યાદા ની સાથે 70.32 લાખ કિસાન ક્રેડિટ કાર્ડ આપ્યા છે._x000D_ _x000D_ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ટ્વિટર પર લખ્યું છે કે 30 જૂન, 2020 સુધીમાં, રૂ. 2 લાખ કરોડની લોન હેઠળ 62,870 કરોડ રૂપિયાની લોન મર્યાદાવાળા આત્મનિર્ભર પેકેજ હેઠળ 70.32 લાખ કિસાન ક્રેડિટ કાર્ડ જારી કરવામાં આવ્યા છે._x000D_ _x000D_ મે માસમાં સરકારે માછીમારો અને પશુપાલન ઉદ્યોગ સાથે સંકળાયેલા ખેડૂત સહિત અ 2.5 કરોડ ખેડુતોને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા બે લાખ કરોડ રૂપિયા ની રાહત લોન આપવાની જાહેરાત કરી હતી._x000D_ _x000D_ અન્ય એક ટવીટમાં તેમણે કહ્યું કે સરકારે નેશનલ બેંક એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ) દ્વારા વિશેષ પ્રવાહિતા સુવિધા હેઠળ સહકારી બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો (આરઆરબી) અને માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓને પણ 24,586.87 કરોડ રૂપિયા આપ્યા છે. 30.06.2020 સુધી, નાબાર્ડ દ્વારા 30,000 કરોડ રૂપિયાની વિશેષ પ્રવાહિતા સુવિધા હેઠળ સહકારી બેંકો, આરઆરબી અને એમએફઆઇને પહેલેથી જ 24,586.87 કરોડનું વિતરણ કરવામાં આવ્યું છે. આનાથી 3 કરોડ નાના અને સીમાંત ખેડુતોને પાક પછીની અને ખરીફ વાવણીની જરૂરિયાતો પૂરી કરવામાં મદદ મળશે._x000D_ _x000D_ ખેડુતોને 2 લાખ કરોડ સુધીની રાહતકારી લોન આપવા સંદર્ભે સરકારે કહ્યું હતું કે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા પીએમ-કિસાન લાભાર્થીઓને લોન આપવા માટે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવશે._x000D_ _x000D_ સંદર્ભ : આઉટલુક એગ્રીકલ્ચર, 2 જુલાઈ 2020_x000D_ આ ઉપયોગી કૃષિ વાર્તા ને લાઈક કરો અને તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
83
0