ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
બીટી કપાસના ખેતરમાં મકાઈ ની ઝાંટ !
✔ હા, પર્યાવરણ અને કપાસની જીવાતોને કાબૂંમાં રાખતા પરજીવી અને પરભક્ષી કિટકોને જાળવી રાખવાના હોય તો ખેતરમાં કપાસની સાથે 10 ટકા સુધી મકાઇની ઝાંટ નાંખવી જોઇએ.
✔ આમ મકાઇમાં આવતી મોલોને ખાવા માટે પુષ્કળ પ્રમાણમાં પરભક્ષી ઢાલિયા (લેડીબર્ડ બીટલ્સ) પેદા થતા હોય છે જે પછીથી આપણા કપાસમાં ઉતરી છોડને નુકસાન કરતી મોલો અને અન્ય ચૂંસિયાંનું ભક્ષણ કરતા હોય છે.
✔ કપાસની જીવાતોના પરજીવી નર કિટકો મકાઇની પરાગરજ, શર્કરા વગેરેને ખાઇને જીવતા હોય છે, તે માટે પણ આવા મકાઇના છોડવા ખૂબ હિતકારી અને જરુરી હોય છે.
✔ કપાસમાં દવાઓનો છંટકાવ કરતા હોય ત્યારે આવા ઉગેલ મકાઇના છોડવા ઉપર ન પડે તેની ખાસ કાળજી રાખવી જરુરી છે.
✔ આ મકાઇની છાંટ કરવાનો ઉદ્દેશ તેના ઉત્પાદન કે ડોડવા માટે નથી, તે ફક્ત કુદરતી પરભક્ષી અને પરજીવી કિટકો માટે જ છે, આપણા ખાવા માટે નથી, જે મળે એ ફાયદો તો ખરો જ !
👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.