AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બીજામૃતની તૈયારી
જૈવિક ખેતીશ્રી. સુભાષ પાલેકર ના લેખમાંથી
બીજામૃતની તૈયારી
બીજામૃત એ છોડ, રોપાઓ અથવા રોપણી માટેની સારવાર છે. બીજામૃત દ્વારા બીજનો ઉગાવો સારો મળે છે અને છોડમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે. બીજામૃત થી જમીનજન્ય ફૂગ સામે રક્ષણ છે. બીજામૃત બનાવવા માટે ની સામગ્રી: 20 લીટર પાણી, 5 કિગ્રા દેશી ગાયનું છાણ, 5 લીટર દેશી ગાયનું મૂત્ર, 50 ગ્રામ ચૂનો અને ખેતર માંથી ખોબો ભરીને માટી લેવી. • 20 લિટર પાણી • 5 કિલો દેશી ગાયનું ગોબર • 5 લિટર દેશી ગાયનું ગૌમૂત્ર • 50 ગ્રામ ચૂનો • સામાન્ય વડ,પીપળા કે શેઢા પાળાની માટી.
તૈયાર કરવાની પદ્ધતિ: * 5 કિ.ગ્રા ગાયનું તાજું છાણ એક કપડામાં લઈ પાણી ભરેલા પાત્રમાં લટકાવી રાખવું. જેથી છાણ માં રહેલા દ્રવ્યો પાણીમાં આવી જાય. * તે જ પ્રમાણે 50 ગ્રામ ચૂનાને 1 લિટરમાં પાણીમાં નાખીને અલગ પાત્રમાં 12-16 કલાક સુધી મૂકી રાખો. * 12 -16 કલાક બાદ પાણીની અંદર કપડામાં રાખેલ છાણને નીચોવીને અલગ કરો. * તેમાં 5 લિટર ગૌમૂત્ર + 50 ગ્રામ વડ,પીપળા કે શેઢા પાળાની માટી + 1 લિટર ચૂનાનું પાણી + 20 લિટર પાણી ઉમેરીને તેને 8 થી 12 કલાક મૂકી રાખો. * દ્રાવણ ને ગાળી લો અને તેનો ઉપયોગ બીજ માવજત માટે કરી શકાય. ઉપયોગ : બીજ માવજત માટે દરેક પાકના બીજમાં પટ આપી શકાય. બીજને પટ આપી, હાથથી મિક્સ કરીને તેને સારી રીતે સૂકવીને વાવણી માટે ઉપયોગ લઈ શકાય. બીજના ઝડપી અંકુરણ અને વિકાસ માટે જરૂરી. સ્ત્રોત: શ્રી. સુભાષ પાલેકર ના લેખમાંથી જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
818
0
અન્ય લેખો