AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બિન-બાસમતી ચોખાની નિકાસ 16.55% જેટલી ઘટી
કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
બિન-બાસમતી ચોખાની નિકાસ 16.55% જેટલી ઘટી
બાંગ્લાદેશ અને આફ્રિકન દેશો દ્વારા આયાતમાં થયેલા ઘટાડાને કારણે બિન-બાસમતી ચોખાની નિકાસમાં ઘટાડો થયો છે. બિન-બાસમતી ચોખાની નિકાસ નાણાકીય વર્ષ 2018-19ના પ્રથમ 11 મહિના દરમિયાન એપ્રિલ-ફેબ્રુઆરી સુધીમાં 16.55% જેટલી ઘટીને કુલ નિકાસ 67.11 લાખ ટનની રહી હતી.
એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA) ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે ગયા વર્ષે બાંગ્લાદેશમાં ચોખાનો સ્ટોક ઓછો હતો. જેના કારણે બિન-બાસમતી ચોખાની ભારતમાંથી રેકોર્ડ બ્રેક નિકાસ થઈ હતી. જો કે ચાલુ સિઝનમાં બાંગ્લાદેશમાં મોટા પ્રમાણમાં ચોખાનો સ્ટોક ઉપલબ્ધ છે. જેના પરિણામે તેની આયાત ઓછી છે. વર્ષ 2017-18માં બિન-બાસમતી ચોખાની નિકાસ એપ્રિલ અને ફેબ્રુઆરી વચ્ચે 80.42 લાખ ટન હતી. જ્યારે ચાલુ નાણાકીય વર્ષમાં 67.11 લાખ ટનની નિકાસ કરવામાં આવી હતી. 2017-18 નાણાકીય વર્ષમાં બિન-બાસમતી ચોખાની કુલ નિકાસ રૂ. 86.48 ટન લાખ અને રૂપિયા 22,967.82 કરોડની નિકાસ કરવામાં આવી હતી. સ્ત્રોત- આઉટલુક એગ્રીકલ્ચર, એપ્રિલ 12, 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
7
0