AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બાળકના નામે જમા કરો 5000 રૂપિયા, પુખ્ત થતાં તેને મળશે 30 લાખ !
નાણાંકીય માહિતીVTV ન્યૂઝ
બાળકના નામે જમા કરો 5000 રૂપિયા, પુખ્ત થતાં તેને મળશે 30 લાખ !
👉 હવે માતા-પિતા માટે જરૂરી થઇ ગયું છે કે તેઓ બાળકોના શિક્ષણ અને અન્ય ખર્ચાઓ માટે અગાઉથી બચત અને રોકાણ શરૂ કરે. જો તમે પણ તમારા બાળકના ભવિષ્ય માટે રોકાણનું પ્લાનિંગ કરી રહ્યાં છો તો ફંડ તૈયાર કરવા માટે ચાઇલ્ડ મ્યુચ્યુઅલ ફંડ્સ બહુ સારો વિકલ્પ હોઈ શકે છે. તો જાણી લો આ સ્કીમ વિશે. ખાસ મ્યુચ્યુઅલ ફંડ 👉 તમને જણાવી દઈએ કે બાળકો માટે ઘણાં ફંડ હાઉસ છે. જે ખાસ કરીને મ્યુચ્યુઅલ ફંડ આપે છે. જેમાં એચડીએફસી, એસબીઆઈ, એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ, ટાટા અને યુટીઆઈ જેવા ફંડ્સ ચિલ્ડ્રન પ્લાન્સ સામેલ છે. તેમાં છેલ્લા 15થી 20 વર્ષમાં વાર્ષિક 12થી 15 ટકા રિટર્ન મળ્યું છે. પેરેન્ટ્સ અન્ય મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને પણ વધુ વળતર મેળવી શકે છે. જો તમે તમારા બાળકોના નામે એસઆઈપી કરી રહ્યાં છો, તો ધ્યાનમાં રાખો કે રોકાણનું લક્ષ્ય ઓછામાં ઓછું 15 વર્ષ હોવું જોઈએ. એચડીએફસી ચિલ્ડ્રન્સ ગિફ્ટ ફંડ 👉 એચડીએફસી ચિલ્ડ્રન્સ ગિફ્ટ ફંડ 2 માર્ચ, 2001એ લોન્ચ થયું હતું. તેમાં લોન્ચ થયા બાદથી 16.12% પર રિટર્ન મળે છે. તેમાં 5000 રૂપિયા માસિક એસઆઈપીની 15 વર્ષમાં વેલ્યૂ 30 લાખ રૂપિયા થઈ જાય છે. આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ ચાઇલ્ડ કેર ફંડ 👉 આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ ચાઇલ્ડ કેર ફંડ 31 ઓગસ્ટ 2001એ શરૂ કરાયું હતું. લોન્ચ થયા બાદથી તેણે 15.48 ટકા વળતર આપ્યું છે. આમાં 5000 રૂપિયાના માસિક એસઆઈપીની વેવ્યૂ 15 વર્ષમાં 24 લાખ રૂપિયા થઈ જાય છે. એસબીઆઇ મેગ્નમ ચિલ્ડ્રન બેનિફિટ ફંડ 👉 એસબીઆઇ મેગ્નમ ચિલ્ડ્રન બેનિફિટ ફંડ 21 ફેબ્રુઆરી, 2002એ શરૂ કરાયું હતું. શરૂ થયા બાદથી તેમાં 10.36 ટકા રિટર્ન મળ્યું છે. આ ફંડમાં 5000 રૂપિયા માસિક એસઆઈપીની 15 વર્ષમાં વેલ્યૂ 20 લાખ રૂપિયા થઈ જાય છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : VTV ન્યૂઝ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
23
5