AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બાયોપ્રાઇમિંગ- રોગ વ્યવસ્થાપનની નવીન પદ્ધતિ !
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
બાયોપ્રાઇમિંગ- રોગ વ્યવસ્થાપનની નવીન પદ્ધતિ !
👉 બાયોપ્રાઇમિંગ (બાયોલોજિકલ સીડ ટ્રીટમેન્ટ) એ બીજ માવજતની એક રીત છે જૈવિક (બીજનું રક્ષણ કરવા બીજમાં ફાયદાકારક સૂક્ષ્મજીવને દાખલ કરવા) અને દેહધાર્મિક હેતુ (બીજને પલાળવું), બન્નેનું સંકલન કરીને રોગનું નિયંત્રણ કરવું. 👉 આ માવજતથી બીજ અન જમીનજન્ય રોગકારકોનું નિયંત્રણ થાય છે. 👉 જૈવિક નિયંત્રકોનું ઉપયોગ કરીને બીજના ઉગાવાનું પ્રમાણ વધારવા અને બીજનો કોહવારો/ સડો અટકાવવા માટે આ પધ્ધતિનો ઉપયોગ થાય છે. 👉 બાયોપ્રાઇમની પધ્ધતિમાં જૈવિક નિયંત્રક તરીકે ટ્રાયકોડર્મા અથવા શ્યુડોમોનાસ જીવાણૂંનો ઉપયોગ કરવામાં આવે છે. 👉 આ પધ્ધતિને લીધે બીજ ઉપર રહેલ રોગકારક જીવાણૂંઓ કરતા પ્રતિસ્પર્ધી જીવાણૂંઓ કે જેનો ઉપયોગ કરેલ છે તેનો વિકાસ ખૂબ ઝડપથી થવાથી રોગ પેદા કરતા જીવાણૂંઓને મૂળ વિસ્તારમાં દાખલ ન થવા દઇને છોડને સંરક્ષણ પુરું પાડે છે. 👉 આ માવજતથી શાકભાજી પાકોના ધરુવાડિયામાં થતા મૂળના કહોવારા સામે રક્ષણ પુરું પાડે છે. 👉 કોઇ પણ પાકમાં બીજજન્ય કે જમીનજન્ય રોગકારક સામે આ પધ્ધતિ એક રામબાણ ઇલાજ તરીકે સાબિત થઇ છે. 👉 ચણા અને અન્ય પાકોમાં આવતા સુકારા સામે આ પધ્ધતિ ખૂબ સારુ પરિણામ આપી શકે છે. 👉 આ પધ્ધતિ પર્યાવરણને અનૂકુળ અને ફાયદાકારક સૂક્ષ્મજીવાણૂંને કોઇ હાની પહોંચતી નથી. 👉તો જોઇએ આ પધ્ધતિ (બાયોપ્રાઇમિંગ) કેવી રીતે કરવામાં આવે છે? પ્રથમ બીજને પાણીમાં ૧૨ કલાક સુધી પલાળી રાખો જૈવિક નિંત્રક ( ટ્રાયકોડર્મા અથવા શ્યુડોમોનાશ જીવાણૂં) @ ૧૦ ગ્રા/ કિ.ગ્રા. બીજ પ્રમાણે મિશ્ર કરો બીજનો ઢગલો કરો ઢગલા ઉપર પલાળેલ કંતાન ઢાંકો ભેજવાળી પરિસ્થિતિ (૨૫૦ – ૩૨૦ સે.ગ્રે. ઉષ્ણતામાન)માં ૨૪-૪૮ કલાક બીજને ઢાંકી રાખો જૈવિક ફૂગનો વિકાસ થતા બીજ ઉપર એક સંરક્ષાણાત્મક પડ બને છે બીજને ધરુવાડિયા કે ખેતરમાં વાવણી કરો આ રીતે જૈવિક નિયંત્રકથી બાયોપ્રાઇમ કરેલ બીજને, જમીન અને બીજજન્ય રોગકારકો સામે રક્ષણ પૂરું પાડે છે અને બીજનો ઉગાવો પણ સુધરે છે અને છોડનો વિકાસ ઝડપથી થાય છે.
24
3
અન્ય લેખો