AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બાયરે લોકડાઉન દરમ્યાન ખેડૂતોને ઉત્પાદન પહોંચાડવા માટે એગ્રોસ્ટાર સાથે જોડાણ કર્યું
કૃષિ વાર્તાનવભારત ટાઈમ્સ
બાયરે લોકડાઉન દરમ્યાન ખેડૂતોને ઉત્પાદન પહોંચાડવા માટે એગ્રોસ્ટાર સાથે જોડાણ કર્યું
કૃષિ ક્ષેત્રની અગ્રણી કંપની બાયરે સોમવારે જણાવ્યું હતું કે દેશભરમાં લોકડાઉનને ધ્યાનમાં રાખીને ખેડૂતોને બિયારણ અને જંતુનાશકો જેવા ઉત્પાદનો પહોંચાડવા પુના સ્થિત ઇ-કોમર્સ કંપની એગ્રોસ્ટાર સાથે જોડાણ કર્યું છે.કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે,"આ ભાગીદારી હેઠળ, ખેડૂત તેમના પાકના જીવન ચક્ર દરમ્યાન કામ આવવા વાળા બાયરના બિયારણ અને પાક રક્ષણ ઉત્પાદનો એગ્રોસ્ટારના ડિજિટલ એગ્રી ટેક પ્લેટફોર્મ નો ઉપયોગ કરી ઓર્ડર કરી મેળવી શકે છે.ખેડૂતો દ્વારા, કૃષિ સામગ્રી ની હોમ ડિલિવરી હાલના સમયમાં ઉત્તર, પશ્ચિમ અને મધ્ય ભારતમાં મેળવી શકાય છે. ભવિષ્યમાં તેનો વિસ્તાર વ્યાપક કરવાનું આયોજન છે. _x000D_ કોવિડ -19 ને કારણે હાલના લોકડાઉનની ઘટનામાં, બાયરે જણાવ્યું હતું કે આ ભાગીદારીથી ખેડુતો સીધા તેમના ઘરે પાક માટેના બિયારણ અને પાક સંરક્ષણ ઉત્પાદનો મેળવી શકે છે. વિવિધ કૃષિ ચીજવસ્તુઓની દુકાનોના અંશત બંધ હોવાને કારણે એગ્રોસ્ટાર તેના 500 થી વધુ વિતરણ ભાગીદારો સાથે મળીને મજબૂત વિતરણ નેટવર્ક દ્વારા ખેડૂતોને આવશ્યક ચીજવસ્તુ પહોંચાડી રહ્યું છે. કંપની સ્વચ્છતા અને શારીરિક અંતર જાળવવાનાં ધોરણોનું પાલન કરીને કૃષિ સામગ્રીઓ ઘરે ઘરે ડિલિવરી કરી રહી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 15,000 થી વધુ ખેડૂતોને આ સેવાનો લાભ મળ્યો છે.ડિજિટલાઇઝેશનના ઉદય સાથે, ઉદ્યોગ આગામી કેટલાક વર્ષોમાં ખૂબ ગતિશીલ બદલાવ લાવશે._x000D_ સંદર્ભ: નવભારત ટાઈમ્સ _x000D_ કૃષિ સમાચાર ની માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો._x000D_ _x000D_
673
1
અન્ય લેખો