AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બાજરી ની કેટલીક સમસ્યા નું સમાધાન !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
બાજરી ની કેટલીક સમસ્યા નું સમાધાન !
ગાભમારા ની ઈયળ: 👉 નુકશાન પામેલ છોડની ભૂંગળી ઈયળ સાથે ખેંચી તેનો નાશ કરવો. 👉 બિયારણનો દર હેકટરે 5 કિ.ગ્રા.થી વધુ રહેવો નહીં. ડૂંડાંની ઈયળ : 👉 પાક ડુંડા અવસ્થાએ આવે ત્યારે એકરે એક પ્રકાશ પીંજર ગોઠવવું, આકર્ષાયેલાં ફૂદાંનો નાશ કરવો. 👉 ડુંડામાં લીલી ઈયળનું નુકશાન હોય તો ફેરોમેન ટ્રેપ હેકટરે પાંચની સંખ્યામાં ગોઠવવાં. કાંસીયા : 👉 છોડ પરથી કાંસીયા ખંખેરી કેરોસીનવાળા પાણીમાં એકઠાં કરી તેનો નાશ કરવો. 👉 પ્રકાશ પીંજરનો ઉપયોગ કરવો. પક્ષીથી રક્ષણ : પક્ષીઓ દ્રારા થતું નુકશાન અટકાવવા દુધીયા દાણાં અવસ્થાએ ચમકતી પટ્ટીઓ ( રીબીન ) ગોઠવવી. 👉અવનવી માહિતી માટે ફોલો કરો હમણાં જ ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
13
2
અન્ય લેખો