ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
બાજરીની ડૂંડા અવસ્થાએ આવતી લીલી ઇયળને ઓળખો અને નિયંત્રણ કરો
બાજરીનો પાક ચોમાસા તેમ જે ઉનાળા દરમ્યાન લેવામાં આવે છે. હાલ ખેડૂતોના ખેતરમાં બાજરીનો પાક ડૂંડા અવસ્થાએ હશે અથવા ડૂંડા નીકળવાની શરુઆત થઇ ગઇ હશે. આ દુધિયા દાણાની અવસ્થાએ લીલી ઇયળ તેમ જ બાજરીના કાંશિયાથી નુકસાન થતુ હોય છે. નિયંત્રણ માટે યોગ્ય પગલાં લેવા જોઇએ. _x000D_ • બાજરીના પાકમાં ડૂંડા અવસ્થાએ જુદી જુદી ત્રણ જાતની ઇયળો નુકસાન કરતી હોય છે તેમાં લીલી ઇયળથી વધારે પ્રમાણમાં નુક્સાન થતું હોય છે. _x000D_ • આ ઇયળ બહુભોજી હોવાથી બાજરીના ખેતરની આજુબાજુ બીજા પાકમાંથી તેનો ઉપદ્રવ થઇ શકે છે. _x000D_ • આ લીલી ઇયળ વિવિધ રંગની અને શરીર ઉપર સમાંતર લાઇન આવેલ હોય છે. _x000D_ • આ ઇયળને હથેળીમાં લઇ તેના મોઢાના ભાગ ઉપર ટપલી મારવાથી તે નાગની જેમ ફેણ માંડે છે, આ એની એક વર્તણૂંક છે. _x000D_ • આ ઇયળો શરુઆતેમાં ડૂંડાના રેશમી તંતુઓ ખાય છે. _x000D_ • દુધિયા દાણા અવસ્થાએ ઇયળો ડૂંડાની થુલી નીચે રહી વિકસતા દાણાં ખાઇને નુકસાન કરે છે. _x000D_ • જો સમયસર પગલાં લેવામાં ન આવે તો ઉત્પાદન ઉપર માઠી અસર પડે છે. _x000D_ • ઉનાળામાં ખેતરની ઉંડી ખેડ કરી જમીન તપવા દેવી. _x000D_ • બાજરીમાં ડૂંડા અવસ્થાની શરુઆત થાય કે તરત જ આ ઇયળના મળતા ફિરોમોન ટ્રેપ્સ એકરે ૧૦ની સંખ્યામાં ગોઠવી દેવા. _x000D_ • આ ઇયળોનું પરભક્ષી પક્ષીઓ દ્વારા ભક્ષણ થતું હોવાથી પક્ષીઓને આકર્ષવા માટેના વિવિધ નુખસા અપનાવવા. _x000D_ • આ ઇયળ ડૂંડા અવસ્થાએ આવતી હોવાથી કોઇ પણ રાસાયણિક દવાઓનો છંટકાવ હિતાવહ નથી. _x000D_ • ઉપદ્રવની શરુઆતે લીમડા આધારિત મળતી તૈયાર દવઓ ૨૦ મિલિ (૧% ઇસી) થી ૪૦ મિલિ (૦.૧૫% ઇસી) પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. _x000D_ • બ્યુવરિયા બેઝીઆના નામની ફૂગ આધારિત દવા ૪૦ ગ્રામ અથવા બેસીલસ થુરિનજિનેન્સીસ, જીવાણૂ આધારિત પાવડર ૧૦ ગ્રામ પતિ ૧૦ લિ પાણી પ્રમાણે છંટકાવ કરવો. _x000D_ • આ ઇયળનું મળતું એનપીવી (ન્યુક્લીયર પોલીહેડ્રોસીસ વાયરસ ૨૫૦ એકમ-એલયુ) ૧૦ મિલિ પ્રતિ ૧૦ લિ પાણી પ્રમાણે બે વાર, પ્રથમ ડૂંડા નીકળવાની શરુઆત થાય ત્યારે અને ફરી દૂધિયા દાણા અવસ્થાએ છંટકાવ કરવો. _x000D_ • બાજરી સાથે મગનો આંતરપાક લેવાથી લીલી ઇયળનો ઉપદ્રવ ઓછો રહે છે. _x000D_ _x000D_ સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ _x000D_ આપેલ ગુરુ જ્ઞાન ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો._x000D_
95
1
અન્ય લેખો