ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
બાજરાના પાકની ખેતી પદ્ધતિ
જમીન અને આબોહવા:-
❄️બાજરીના પાકને રેતાળ ગોરાડું મધ્યમ કાળી તથા સારા નીતારવાળી સમતલ જમીન અને વધુ સેન્દ્રીય તત્વ ધરાવતી જમીન વધારે માફક આવે છે.
❄️આ પાકને ગરમ અને મધ્યમ ભેજવાળી આબોહવા વધુ અનકૂળ આવે છે.
❄️ઉનાળ ઋતુમાં પિયતથી પાક લેવાનો હોવાથી જમીનને પોચી, ભરભરી અને સમતલ બનાવવી જોઈએ.
જમીનની તૈયારી અને સેન્દ્રીય ખાતર :-
❄️પાકના સારા વિકાસ માટે અને જમીનની નિતારશક્તિ વધારવા 6 - 9 ઇંચ ઊંડાઈની 2 - 3 ઊંડી ખેડ કરવી અને 100 - 120 kg / એકર મુજબ છાણિયું ખાતર આપવું.
પાકના સારા વિકાસ માટે ઢેફા ભાંગી, અગાઉના પાકના જડિયા વીણીને સમાર મારી જમીનને ભરભરી બનાવવી.
બિયારણ દર અને વાવેતર અંતર:-
❄️બિયારણ દર:- 1.5 કિલો/વીઘા અથવા 4 કિલો/એકર
❄️બે ચાસ વચ્ચે 45 સેમી અને બે છોડ વચ્ચે 15 સેમી અંતર રાખવું.
👉સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!