ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
બાગાયતી પાકોમાં ઉધઇ
• ઉધઇની રાણી જમીનમાં ખૂબ ઉંડે રહે છે. રાણી દ્વારા મુકેલ ઇંડામાંથી નીકળતા કામગરા (વર્કર) જ બાગાયતી પાકોને નુકસાન કરતા હોય છે. • ઉધઈ સૂર્યપ્રકાશથી દૂર જમીનમાં રહી પાકના મૂળ અને સેન્દ્રિય કચરો ખાય છે. • ઝાડના થડ ૫ર માટીની ભૂંગળી (ગેલેરી)ઓ બનાવી તેની નીચે રહી ઝાડની છાલ કોરી ખાય છે. • થડ ૫ર ઘા ૫ડયો હોય અથવા ડાળી તૂટેલી હોય ત્યાંથી થડના મધ્યમાં ઉધઈ દાખલ થઈ અંદર વધે છે અને ઝાડની જીંદગી ટુંકાવે છે. • ઉપદ્રવિત છોડ/ઝાડ સમયાંતરે સુકાઇ જાય છે. • ઉધઈ નર્સરીના રોપાઓને તથા વાડીમાં રોપેલી ઉગતી કલમોને ૫ણ નુકસાન કરે છે. • શેઢા-પાળા ૫ર ઉધઈના રાફડાનો નાશ કરવો. • વાડીમાં ઊનાળા દરમ્યાન ઊંડી ખેડ કરવાથી જમીનમાં રહેલી ઉધઇ ઉપર આવતા તાપમાં તેનો નાશ થાય છે. • વાડીમાં આંતર પાક લીધો હોય તો તેના જડીયા વીણીને બાળી દેવા. • સારૂ કોહવાયેલા છાણિયા ખાતરનો જ ઉપયોગ કરવો. શકય હોય ત્યાં અળસિયાનું ખાતર વાપરવું.
• દિવેલી કે લીમડાનો ખોળ ખામણામાં આપવાથી ઉધઇ સામે રક્ષણ મેળવી શકાય. • ઉધઈનો રાફડો કોદાળીથી ખોદી નાખ્યા બાદ ૧૦ લિટર પાણીમાં કલોરપાયરીફોસ ર૦ ઈસી ર૫૦ મિલિ ભેળવી જમીન ૫ર દરેડવાથી ઉધઈની કોલોનીમાં રહેલ રાણી, મજુર તથા સૈનિકનો નાશ કરી શકાય છે. • નવા રોપેલા છોડ પૂરે પૂરા ચોંટી જાય ત્યાં સુધી ઉધઈ સામે રક્ષણ આ૫વા માટે કલમ રો૫તા ૫હેલા કલોરપાયરીફોસ ર૦ ઈસી ૫૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી ખાડામાં ચારે તરફ નાખવી અને આશરે છ મહિના બાદ તેટલું જ મિશ્રણ કલમના સાંધાથી નીચેના થડનો ભાગ ૫લળે તેમ રેડવું. • ઝાડની આજુબાજુ ઉંડી ખેડ કરવાથી અને વધુ પાણી આ૫વાથી ઉધઈનો ઉ૫દ્રવ ઘટે છે. સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ આ ઉપયોગી માહિતી ને લાઈક કરો અને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
238
2
અન્ય લેખો