AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બસ, 70  હજાર રૂપિયા, 25 વર્ષ સુધી થશે જોરદાર કમાણી ! બસ આ રીતે કરો બિઝનેસ !
કૃષિ વાર્તાVTV Gujarati News and Beyond
બસ, 70 હજાર રૂપિયા, 25 વર્ષ સુધી થશે જોરદાર કમાણી ! બસ આ રીતે કરો બિઝનેસ !
👉 જો તમે કોઈ એવો બિઝનેસ કરવાનું વિચારી રહ્યાં છો જેમાં તમારે અલગથી કોઈ જગ્યા લેવી ન પડે તો તમે પોતાના ઘરની ખાલી પડેલી છતનો ઉપયોગ કરી લાખોની કમાણી કરી શકો છો. ચાલો જાણીએ કઈ રીતે. 👉 આ કામ માટે તમારે છત પર સોલર પેનલ લગાવવી પડશે. સોલર પેનલને કોઈ પણ જગ્યાએ ઇન્સ્ટોલ કરી શકાય છે. તમે ઈચ્છો તો છત પર સોલર પેનલ લગાવીને વીજળી ઉત્પન્ન કરી ગ્રિડમાં સપ્લાય કરી શકો છો. સોલર પેનલ લગાવનાર લોકોને કેન્દ્ર સરકારના ન્યૂ એન્ડ રિન્યૂએબલ એનર્જી મંત્રાલય રૂફટોપ સોલર પ્લાન્ટ પર 30 ટકા સબ્સિડી આપે છે. સબ્સિડી વગરના રૂફટોપ પેનલ લગાવવા પર એક લાખ રૂપિયાનો ખર્ચ આવે છે. ખર્ચ : 👉 એક સોલર પેનલની કિંમત લગભગ એક લાખ રૂપિયા છે. દરેક રાજ્યના હિસાબથી આ ખર્ચ અલગ-અલગ હોય છે. પરંતુ સરકારથી મળનારી સબ્સિડી બાદ એક કિલોવોટના સોલર પ્લાન્ટ માત્ર 60 થી 70 હજાર રૂપિયામાં ઇન્સ્ટોલ થઈ જાય છે. તમને જણાવી દઈએ કે કેટલાક રાજ્ય તેના માટે અલગથી વધારાની સબ્સિડી પણ આપે છે. સોલર પાવર પ્લાન્ટ લગાવવા માટે જો તમારી પાસે 60 હજાર રૂપિયા ન હોય તો કોઈ પણ બેંકથી હોમ લોન પણ લઈ શકાય છે. નાણા મંત્રાલયે તમામ બેંકોને હોમ લોન આપવા માટે કહ્યું છે. ફાયદો 👉 સોલર પેનલોની ઉંમર 25 વર્ષની હોય છે. આ પેનલને તમે પોતાની છત પર સરળતાથી ઇન્સ્ટોલ કરી શકો છો અને પેનલથી પ્રાપ્ત થનારી વીજળી નિશુલ્ક હશે. સાથે બચેલી વીજળીને ગ્રિડના માધ્યમથી સરકાર કે કંપનીને વેચી પણ શકાય છે. એટલે કે ફ્રીની વિજળી સાથે કમાણી. જો તમે પોતાના ઘરની છત પર બે કિલોવોટની સોલર પેનલ લગાવો છો તો દિવસના 10 કલાક તડકો હોવાની સ્થિતિમાં તેનાથી લગભગ 10 યૂનિટ વીજળી બનશે. જો મહિનાનો હિસાબ લગાવીએ તો બે કિલોવોટના સોલર પેનલથી લગભગ 300 યૂનિટ વીજળી બનશે. આવી રીતે ખરીદો સોલર પેનલ 👉 સોલર પેનલ ખરીદવા માટે તમે રાજ્ય સરકારની રિન્યૂએબલ એનર્જી ડેવલપમેન્ટ ઓથોરિટીનો સંપર્ક કરી શકો છો. 👉 તેના માટે રાજ્યોના મુખ્ય શહેરોમાં કાર્યાલય હોય છે. 👉 દરેક શહેરમાં પ્રાઇવેટ ડીલર્સની પાસે પણ સોલર પેનલ ઉપલબ્ધ હોય છે. 👉 સબ્સિડી માટે ફોર્મ પણ ઓથોરિટી કાર્યાલયથી જ મળશે. 👉 ઓથોરિટીથી લોન લેવા માટે પહેલા સંપર્ક કરવો પડશે. ઝીરો મેન્ટેનન્સ ખર્ચ 👉 સોલર પેનલમાં મેન્ટેનન્સ ખર્ચનું પણ કોઈ ટેન્શન નથી. પરંતુ દર 10 વર્ષમાં એક વાર તેની બેટરી બદલવાની હોય છે. તેનો ખર્ચ લગભગ 20 હજાર રૂપિયા હોય છે. આ સોલર પેનલને એક સ્થળેથી બીજા સ્થળે સરળતાથી લઈ જઈ શકાય છે. મળશે 500 વોટ સુધીની સોલર પેનલ 👉 સરકાર તરફથી પર્યાવરણ સંરક્ષણને ધ્યાને લઈ આ પહેલ શરૂ કરવામાં આવી છે. જરૂરિયાત મુજબ, 500 વોટ સુધીની ક્ષમતાની સોલર પાવર પેનલ લગાવી શકાય છે. તે હેઠળ 500 વોટની આવી પ્રત્યેક પેનલ પર 50 હજાર રૂપિયા સુધીનો ખર્ચ આવશે. આ પ્લાન્ટ એક કિલોવોટથી પાંચ કિલોવોટ ક્ષમતા સુધી લગાવી શકાય છે. 👉 સંદર્ભ : VTV Gujarati News. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
33
9