AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બસ, 50 રૂપિયાનું રોકાણ અને 35 લાખ રૂપિયાનું વળતર !
સમાચારએગ્રોસ્ટાર ઇન્ડિયા
બસ, 50 રૂપિયાનું રોકાણ અને 35 લાખ રૂપિયાનું વળતર !
📢 પોસ્ટ ઓફીસ ની જોરદાર યોજના માર ૫૦ રૂપિયા નું રોકાણ કરી ને ૩૫ લાખ રૂપિયા મેળવો. ભારતની પોસ્ટ ઓફિસ અનેક પ્રકારની બચત યોજનાઓ ચલાવે છે.પોસ્ટ ઓફિસમાં નાણાંનું રોકાણ જોખમ રહિત ગણવામાં આવે છે. લોકો તેમના નાણાં સુરક્ષિત અને વધુ સારા વળતરવાળી યોજનાઓમાં રોકાણ કરવા માંગે છે. 📢 કોણ રોકાણ કરી શકે છે? ગ્રામ સુરક્ષા યોજના ગ્રામીણ ટપાલ જીવન વીમા યોજના કાર્યક્રમનો એક ભાગ છે. આ વીમા પોલિસી દેશના ગ્રામીણ લોકો માટે વર્ષ ૧૯૯૫ માં શરૂ કરવામાં આવી હતી. ૧૯ વર્ષથી ૫૫ વર્ષ સુધીની વ્યક્તિઓ ગ્રામ સુરક્ષા યોજનામાં રોકાણ કરી શકે છે. આ સ્કીમમાં ૧0,000 રૂપિયાથી ૧0 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે.પ્રીમિયમ ભરવા માટે ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે.તમે માસિક,ત્રિમાસિક,અર્ધવાર્ષિક અને વાર્ષિક ધોરણે પ્રીમિયમ ચૂકવી શકો છો. 📢 કમાણી જો કોઈ વ્યક્તિ આ યોજનામાં દર મહિને ૧૫૧૫ રૂપિયા એટલે કે માત્ર ૫૦ રૂપિયા પ્રતિ દિવસનું રોકાણ કરે છે, તો તેને ૩૫ લાખ રૂપિયા સુધીનું વળતર મળી શકે છે. 📢 શું છે ખાસ? આ રકમ વ્યક્તિને ૮૦ વર્ષની ઉંમર પૂર્ણ થવા પર આપવામાં આવે છે. જો વ્યક્તિનું મૃત્યુ થયું હોય, તો આ રકમ વ્યક્તિના કાનૂની વારસદારને જાય છે. ગ્રાહક ખરીદીના ૩ વર્ષ પછી ગ્રામ સુરક્ષા યોજનાને સરન્ડર કરી શકે છે. જો કે, તે કિસ્સામાં તેની સાથે કોઈ ફાયદો જોવા મળતો નથી. પોલિસીની સૌથી મોટી વિશેષતા એ ઈન્ડિયા પોસ્ટ દ્વારા ઓફર કરાયેલ બોનસ છે અને અંતિમ જાહેર કરાયેલ બોનસ દર ૧000 રૂપિયા માટે વાર્ષિક રૂ. ૬૦ છે. 👉સંદર્ભ :- એગ્રોસ્ટાર ઇન્ડિયા આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
45
10
અન્ય લેખો