AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બસ એક મિસ્ડ કોલ આપો અને જાણો જનધન ખાતાનું બેલેન્સ !
સમાચારGSTV
બસ એક મિસ્ડ કોલ આપો અને જાણો જનધન ખાતાનું બેલેન્સ !
પ્રધાનમંત્રી જનધન યોજનાના લાભાર્થીઓ માટે જરૂરી ખબર છે. જો તમે પણ પોતાના ખાતાનું બેલેન્સ ચેક કરવા માંગો છો તો તમે ઘરે બેઠા મિસકોલ દ્વારા જાણકારી લઇ શકો છો. તમે પોતાના જનધન ખાતાનું બેલેન્સ બે રીતે ચેક કરી શકો છો. એમાં પહેલી રીત છે મિસ્ડ કોલ દ્વારા અને બીજી રીત PFMS પોર્ટલ દ્વારા એટલે તમે ઘરે બેઠા આ મિનિટમાં જાણી શકો છો. 👉 PFMS પોર્ટલથી બેલેન્જ જાણવા માટે તમે સૌથી પહેલા આ લિંક https://pfms.nic.in/NewDefaultHome.aspx# પર જાઓ. 👉 અહીં તમે ‘Know Your Payment’ પર ક્લિક કરો. 👉 હવે અહીં તમે પોતાનો એકાઉન્ટ નંબર એન્ટર કરો. 👉 અહીં તમને બે વખત એકાઉન્ટ નંબર નાખવાનો રહેશે. 👉 ત્યાર પછી તમે કેપ્ચા કોડ ભરો. 👉 હવે તમારા ખાતાનું બેલેન્સ તમારી સામે સ્ક્રીન પર હશે. 👉 તમે મિસ્ડ કોલ દ્વારા તમારા ખાતાનું બેલેન્સ પણ ચકાસી શકો છો. જો તમારી પાસે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં જન ધન એકાઉન્ટ છે તો તમે મિસ્ડ કોલ દ્વારા બેલેન્સ ચેક કરી શકો છો. 👉 આ માટે, તમે 18004253800 અથવા 1800112211 નંબર પર મિસ્ડ કોલ કરી શકો છો. 👉 ગ્રાહક નોંધ, તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી તેના પર મિસ્ડ કોલ કરવો પડશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : GSTV. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
4
2
અન્ય લેખો