AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બનાસ ડેરીએ પશુપાલકો માટે કરાઈ અનેક લાભકારી જાહેરાત !
પશુપાલનTV9 ગુજરાતી
બનાસ ડેરીએ પશુપાલકો માટે કરાઈ અનેક લાભકારી જાહેરાત !
🐄 બનાસકાંઠામાં આવેલી બનાસ ડેરીની આજે વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. જેમાં ડેરીનાં ચેરમેન દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવેલી જુદી-જુદી પ્રવૃત્તિઓની માહિતી આપવામાં આવી હતી. સાથે જ ડેરી સાથે જોડાયેલા 5.5 લાખથી વધારે પશુપાલકો માટે અનેક લાભકારી જાહેરાત કરવામાં આવી હતી. 💥 બનાસ ડેરી વિશ્વમાં અન્ય દેશોની સરખામણીમાં દૂધના ભાવ આપવામાં અવલ્લ છે. પશુપાલકોને બનાસ ડેરી દર વર્ષે 833 કરોડ રૂપિયા ચૂકવે છે, જે મૂજબ દર મહિને 27.76 કરોડ રૂપિયા પશુપાલકોને ચૂકવવામાં આવે છે. આ કારણે પશુપાલકોની માથાદીઠ આવકમાં વધારો થયો છે. દૂધની ખરીદી પેટે કુલ આવકના 82.28 ટકા પશુપાલકોના ખાતામાં જમા કરાવામાં આવ્યા છે. 💥 બનાસ ડેરીની મૂડી 790 કરોડ રૂપિયા થઈ છે અને બનાસ ડેરીની 2941 કરોડ રૂપિયાની મિલકતની વેલ્યુ થઈ છે. બનાસ ડેરીનું શેર ભંડોળ રૂપિયા 373 કરોડ થયુ છે. બનાસ ડેરીનું ટર્ન ઓવર 12983 કરોડ રૂપિયા થયુ છે. 66 જેટલા તળાવોને બનાસ ડેરીએ ઊંડા કરવાની કામગીરી કરી છે. 💥 બનાસ ડેરીએ પશુપાલકોને કોરોના મહામારી વચ્ચે 818 રૂપિયા ભાવફેર આપ્યો, જે ગત વર્ષે 812 હતો. આમ પશુપાલકોને 1007 કરોડ રૂપિયાનો ભાવ ફેર આપવામાં આવ્યો અને 1132 કરોડ 14.18 ટકા ભાવ ફેર આપવામાં આવશે. આ ભાવ ફેરની રકમ ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં પશુપાલકોના એકાઉન્ટમાં જમા થશે. 💥 બનાસ ડેરીના 5.5 લાખથી વધુ પશુપાલકોનો અકસ્માત મૃત્યુનો એક લાખ રૂપિયાનો વીમો ફ્રીમાં આપશે, જેનું પ્રિમીયમ બનાસ ડેરી ભરશે. બનાસ ડેરી હવે વીજળી ઉત્પાદનનું કામ કરશે અને તેના માટે ડેરી નવી સહકારી સંસ્થા બનાવી તેના દ્વારા સોલાર વિજળી ઉત્પાદન માટે પણ સંસ્થા બનાવશે. આ ઉપરાંત બનાસ ડેરી FPO બનાવી ખેડૂતો પાસેથી તેમની ખેત પેદાશની ખરીદી કરી તેમાં પ્રોસેસિંગ અને વેલ્યું એડીશન કરી તેનું માર્કેટીંગ કરશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : TV 9 ગુજરાતી આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
8
2
અન્ય લેખો