AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બટાટામાં થડ કાપીને નુકસાન કરતી ઇયળ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
બટાટામાં થડ કાપીને નુકસાન કરતી ઇયળ
બટાટાએ શાકભાજીનો રાજા ગણાય છે. મોટા ભાગના ખેડૂતોએ બટાટાની રોપણી કરી દીધી હશે. આ પાકમાં મુખ્યત્વે થડ કાપી ખાનાર ઇયળ, પાન ખાનાર ઇયળ અને લીલી ઇયળનો ઉપદ્રવ જોવા મળે છે. જ્યારે બટાટા તૈયાર થઇ જાય ત્યારે બટાટાની ફૂદીની ઇયળ પણ નુકસાન કરી શકે છે. આજે આપણે બટાટાના થડને કાપીને નુકસાન કરતી ઇયળ વિષે જાણીશું. પૂર્ણ વિકસિત ઈયળ ઘેરા લીલા કે કાળા રંગની અને સહેજ રાતા રંગના માથાંવાળી હોય છે. ઈયળને અડકવાથી ગૂંચળું વળી જવાની ટેવ ધરાવે છે. ઈયળો દિવસ દરમ્‍યાન છોડના થડની નજીક જમીનમાં સંતાઈ રહે છે. ઇયળ દિવસ દરમ્‍યાન જમીનમાં ભરાઈ રહેતી હોવાથી આખા દિવસ દરમ્‍યાન ખેતરમાં ઉ૫ર છલ્‍લી નજરે જોવાથી આ જીવાત નજરમાં આવતી નથી. રાત્રે જમીનમાંથી બહાર આવી નાના છોડના થડને જમીનની નજીકથી કાપી નાખી કુમળા પાન અને કૂંપળો ખાય છે. સવારમાં ખેતરમાં બટાટાના છોડ કપાઈને કરમાયેલા જોવા મળે છે. તેના નુકસાનથી છોડની સંખ્‍યામાં ઘટાડો થતા ઉત્પાદન ૫ર અસર થાય છે. પાકની પાછલી અવસ્‍થામાં ઈયળ બટાટાના કંદને કોરી અંદરનો ગર્ભ કોરી ખાય છે તેથી ઉત્પાદનની સાથે સાથે ગુણવત્તાને ૫ણ અસર કરે છે. ખાસ કરીને નદી વિસ્‍તારમાં ઉગાડેલા બટાટામાં આ પ્રકારનું નુકસાન વધારે જોવા મળે છે.
સંકલિત વ્યવસ્થાપન:_x000D_ • દિવસ દરમ્યાન જો ઇયળ જોવા મળે તો તેને હાથથી પકડીને નાશ કરવી._x000D_ • ખેતરમાં એક લાઇટ ટ્રેપ લગાડવું._x000D_ • આ જીવાતના ફેરોમેન ટ્રેપ ઉપલબ્ધ થાય તો હેક્ટરે 10 ની સંખ્યામાં લગાવવા._x000D_ • ઈયળો રાત્રે નુકસાન કરતી હોવાથી દિવસ દરમ્‍યાન ખેતરમાં કચરા કે ઘાસની નીચે સંતાઈ રહેતી હોય છે. આથી સાંજના સમયે ખેતરમાં ઘાસની નાની ઢગલીઓ કરવી. આવી ઘાસની ઢગલીઓ નીચેથી ઈયળો વીણી લઈ સવારે ભેગી કરીને નાશ કરવો. સમયાંતરે આ ૫ઘ્‍ધતિ ચાલુ રાખવાથી મોટા પ્રમાણમાં ઈયળોનો નાશ કરી શકાય છે._x000D_ • ઉ૫દ્રવવાળા ખેતરમાં પિયત આ૫વું જેથી જમીનમાં સંતાયેલી ઈયળો બહાર નીકળી આવે અને પક્ષીઓ દ્રારા તેનું ભક્ષણ થઈ શકે._x000D_ • બટાટા વાવતાં ૫હેલાં ઉંડી ખેડ કરીને સૂર્યના તા૫માં ખુલ્‍લી રાખી ત૫વા દેવી જેથી સૂર્યના તા૫થી કે પક્ષીઓ દ્વારા કોશેટાનો નાશ કરી શકાય._x000D_ • પાકની ફેરબદલી કરવાથી મહદ્‌‌અંશે આ જીવાતનું નિયંત્રણ કરી શકાય. દા.ત. બટાટા ૫છી ટામેટા, રીંગણ, મરચાં જેવા શાકભાજીના પાકો ન વાવતાં બાજરી, દિવેલા, કપાસ વગેરે પાક લેવા જોઈએ._x000D_ • ક્લોરપાયરીફોસ ૨૦ % ઇસી ૨ લિટર દવા ૧૦૦૦ લિટર પ્રતિ હેક્ટર પાણીમાં ઓગાળેલ દ્રાવણ છોડ ઉપર અને ચાસમાં સાંજના સમયે દરેડવું._x000D_ _x000D_ સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ_x000D_ _x000D_ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો._x000D_
64
0
અન્ય લેખો