ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
કીટ જીવન ચક્રએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
બટાકા ની મુખ્ય જીવાત થડ કાપી ખાનાર ઈયળ નું જીવન ચક્ર
યજમાન પાકો: બટાકા, ટામેટા, રીંગણ, તમાકુ કોબીજ, બીટરુટ, કઠોળ વર્ગના પાકો વિગેરે. ઓળખ: સંપૂર્ણ વિકસીત ઈયળ લગભગ 15-20 મીમી લાંબી હોય છે અને શરીરનો રંગ આછો લીલો છે અને માથાનો રંગ ભૂરો હોય છે. ઇયળને સહેજ અડતા તે ગુંચળુ વળી જવાની ટેવ ધરાવે છે. ઇયળને સ્પર્શ કરતા તે ચીકણી લાગે છે. ફૂદી ભૂખરા - કાળા રંગની હોય છે અને શરીર ઉપર આડી-અવળી લાઇનો આવેલી હોય છે. જીવનચક્ર: આ ઇયળની ફૂદી ૩૦૦ જેટલા ઇંડા પાનની નીચેની સપાટીએ અથવા ભીની જમીનમાં જથ્થામાં મૂકે છે. ઇંડા, ઇયળ, કોશેટા અને પુખ્ત અવસ્થા અનુંક્રમે ૨-૧૩, ૧૦-૩૦, ૧૦-૧૨ અને ૦૭ દિવસની હોય છે. એક જીવનચક્ર ૩૦-૬૮ દિવસમાં પુરુ થાય છે. નુકસાન: ઇયળ દિવસ દરમ્યાન જમીનની તિરાડોમાં સંતાઇ રહે છે. રાત્રી દરમ્યાન છોડના થડને જમીન નજીકથી કાપી નાંખી કુમળા પાન અને કૂંપળો ખાય છે. પાકની પાછલી અવસ્થાએ ઇયળ જમીનમાં વિકાસ પામતા બટાટાના કંદને પણ કોરી અંદરનો ગર્ભ કોરી ખાય છે. ઉત્પાદન અને ગુણવતામાં ઘટાડો જોવા મળે છે. ખાસ કરીને નદી વિસ્તારમાં ઉગાડેલ બટાટામાં વધારે ઉપદ્રવ જોવા મળે છે.
નિયંત્રણ: • સાંજના સમયે ખેતરમાં ઘાસની નાની-નાની ઢગલીઓ કરવી. આવી ઢગલીઓની નીચી સંતાઇ રહેલી ઇયળો ઢગલી સહિત સવારના સમયે વીણી લઇ નાશ કરવી. • પાકને વાવતા પહેલા ઉંડી ખેડ કરવી કે જેથી જમીનમાં સંતાઇ રહેલી ઇયળો બહાર આવે અને પક્ષીઓ વિણી ખાય. • પાકની ફેરબદલી કરવી. બટાટા પછી શાકભાજી પાકોને બદલે બાજરી, કપાસ જેવા પાક કરવા. • વાવેતર સમયસર કરવું. મોડી કરેલ વાવણીમાં આ ઇયળનો ઉપદ્રવ વધારે હોય છે. • પાકને સમયસર પાળા ચઢાવવા અને નિયમિત પિયત આપવું. સંદર્ભ: વિક્ટોરિયા નાઓરેમ વધુ માહિતી માટે જુઓ આ વિડીયો અને લાઈક કરીને અન્ય ખેડિત મિત્રો સાથે તેને શેર કરો.
31
0
સંબંધિત લેખ