AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બટાકા ની કાપણી !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
બટાકા ની કાપણી !
👉 બટાકાનું પલુર પીળુ થાય ત્યારે પિયત બંધ કરવું જોઈએ અને કાપણી કરવાના આગલા દિવસે પલુર કાપી, બટાકા હળ અથવા ટ્રેકટર થી ચાલતા બટાકાના ડીગર વડે બહાર કાઢવામાં આવે છે. 👉 બટાકા કાઢતી વખતે છોલાય નહી તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. 👉 બટાકા કાઢી ત્યાર પછી તેના નાના ઢગલા કરી તેના ઉપર બટાકાનું પલુર ઢાંકવું જોઈએ જેથી તેના ઉપર ગરમીની અસર થાય નહીં. 👉 બીજા દિવસે સવારે બપોર પહેલાં ખેતરમાં ઝાડ નીચે ખેતરના બધાં જ ઢગલા ભેગા કરવા. 👉 ભેગા કરતી વખતે છોલાયેલ, કપાયેલ તથા લીલા બટાકા ગ્રેડીંગ કરી અલગ પાડવા. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
15
4